VIDEO: ફ્રાન્સમાં મોદી-ટ્રમ્પ મુલાકાત નિશ્ચિત, વેપારથી લઈને AI સુધીના મુદ્દાઓ ચર્ચાશે
સોર્સ : GSTV
ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન 17મી જૂને વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વિપક્ષીય ચર્ચાકરશે. વ્હાઇટ હાઉસે આ વાતની પુષ્ટિ કરી છે.બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત ૧૫ મહિના પછી થવા જઈ રહી છે. અગાઉ ફેબ્રુઆરી 2025માં વડાપ્રધાન મોદી ટ્રમ્પને મળ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર પીએમ મોદી 16 અને 17 જૂને G7 સમિટમાં ભાગ લેશે. સમિટ દરમિયાન વૈશ્વિક ભાગીદારી, આર્થિક વિકાસ અને AIના સુરક્ષિત ઉપયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

