મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: ફ્રાન્સમાં મિરાજ 2000D ક્રેશ, એક ક્રૂ મેમ્બરનું મોત, બીજાની શોધખોળ ચાલુ

સોર્સ: gstv

પૂર્વ ફ્રાન્સમાં એરબેઝ પર લેન્ડિંગ દરમિયાન મિરાજ 2000D ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. રાત્રિના તાલીમ મિશન દરમિયાન થયેલા આ અકસ્માતમાં ક્રૂના એક સભ્યનું મોત થયું છે, જ્યારે અન્ય એક હજુ પણ ગુમ છે. રિપોર્ટ મુજબ, મિરાજ 2000D ફાઇટર જેટ મંગળવારે મોડી સાંજે પોતાના એરબેઝ પર પરત ફરી રહ્યું હતું, ત્યારે નેન્સી-ઓચે એર બેઝથી લગભગ 18 કિમી ઉત્તર-પશ્ચિમમાં રોગેવિલે નજીક ક્રેશ થઈ ગયું હતું. ફ્રેંચ સશસ્ત્ર દળોએ પુષ્ટિ કરી છે કે એક મૃતદેહ મળી આવ્યો છે અને બીજા ક્રૂ સભ્યની શોધખોળ ચાલુ છે. સ્થાનિક અધિકારી યવેસ સેગુઈના જણાવ્યા મુજબ, ખરાબ હવામાન હોવા છતાં જે જંગલ વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું ત્યાં આખી રાત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો