મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: પાકિસ્તાનમાં ઉદ્ઘાટનના દિવસે જ મોલ લૂંટાયો, ભીડે સુરક્ષાકર્મીને પણ ધક્કે ચઢાવ્યા

પાકિસ્તાન બિઝનેસની દ્રષ્ટિએ દુનિયાના સૌથી ખરાબ દેશોમાંથી એક છે. આ એવો દેશ છે જ્યાં કોઈ રોકાણ સુરક્

VIDEO: પાકિસ્તાનમાં ઉદ્ઘાટનના દિવસે જ મોલ લૂંટાયો, ભીડે સુરક્ષાકર્મીને પણ ધક્કે ચઢાવ્યા

પાકિસ્તાન બિઝનેસની દ્રષ્ટિએ દુનિયાના સૌથી ખરાબ દેશોમાંથી એક છે. આ એવો દેશ છે જ્યાં કોઈ રોકાણ સુરક્ષિત નથી. આનો પુરાવો તાજેતરની કરાચીમાં બનેલી ઘટના છે. હકીકતમાં, વિદેશમાં રહેતા એક પાકિસ્તાની બિઝનેસમેને કરાચીના ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારમાં કરોડો રૂપિયા ખર્ચીને એક આલીશાન શોપિંગ મોલ બનાવ્યો હતો. પરંતુ, ઉદ્ઘાટનના દિવસે આવેલા ટોળાએ શોપિંગ મોલની દુકાનો જ લૂંટી લીધી હતી.  પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વાંસની લાકડીઓનો ઉપયોગ કરીને ભીડને વિખેરવી પડી હતી.

મોલના ઉદ્ઘાટન પર મોટી ઓફર આપી

અહેવાલ મુજબ, મોલના ઉદ્ઘાટનના દિવસે લોકોને આમંત્રિત કરવા માટે મોટી ઓફર આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઓછા પૈસામાં સામાન ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો મોલમાં પહોંચ્યા હતા. ભીડ વધતી જોઈને મોલના સુરક્ષાકર્મીઓએ દરવાજા બંધ કરી દીધા. આના પર બહાર ઉભેલી ભીડ ઉશ્કેરાઈ ગઈ અને લાકડીઓથી સજ્જ થઈને હુમલો કર્યોજેના હાથમાં જે આવ્યું તે ઉપાડી બહાર ભાગી ગયા. 

પોલીસ ઘટનાસ્થળે હાજર ન હતી

આ ઘટના સમયે સ્થળ પર કોઈ પોલીસકર્મી હાજર ન હતો. પરંતુ, સ્થિતિ હિંસક બનતાં મોલ પ્રશાસને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પણ ભીડને રોકી શકી ન હતી. આવી સ્થિતિમાં વધારાના સુરક્ષા જવાનોને બોલાવીને પરિસ્થિતિને કાબુમાં લાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મોલ મેનેજમેન્ટ દ્વારા તેમને અગાઉથી જાણ કરવામાં આવી ન હતી અને તેઓએ પછીથી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ સમાચાર શેર કરો