મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઈઝરાયલે ઈરાનમાં મચાવી તબાહી, 300 મિસાઈલ લોન્ચર નષ્ટ કર્યા

ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધ શરૂ થયાનો આજે પાંચમો દિવસ છે. ત્રણેય દેશો એકબીજા દેશોને મોટ

તસવીર: GSTV

ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધ શરૂ થયાનો આજે પાંચમો દિવસ છે. ત્રણેય દેશો એકબીજા દેશોને મોટા નુકસાન પહોંચાડ્યાના દાવા કરી રહ્યા છે તેવામાં ઈઝરાયલે વધુ એક વીડિયો જાહેર કરી કહ્યું છે કે ઈરાનના લગભગ 300 મિસાઈલ લોન્ચર નષ્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. 

2,000 સૈન્ય ઠેકાણાઓ પર પ્રચંડ હુમલો: અમેરિકાનો દાવો

બીજી તરફ અમેરિકાએ 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ અત્યાર સુધી ઈરાનના લગભગ 2,000 સૈન્ય ઠેકાણાઓ પર પ્રચંડ હુમલો કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઓપરેશનની જાણકારી આપતા કહ્યું કે, 'ઈરાનની સૈન્ય શક્તિને મોટો ફટકો આપ્યો છે. ઈરાનની એક સબમરીન સહિત 17 જહાજો દરિયામાં ડૂબાડી દીધા છે, અત્યારે અરબ સાગર અને હોર્મુઝની સામુદ્રધુની જેવા મહત્વના વિસ્તારોમાં ઈરાનનું એક પણ જહાજ હાજર નથી.'

જંગ રોકવા માટે તૈયાર: ઈરાની નેતા

ઈરાનના મૃતક આયતુલ્લા સૈયદ અલી ખામેનેઈના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ ANIને આપેલા એક ઈટરવ્યૂમાં મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 'અમે યુદ્ધ રોકવા માટે તૈયાર છીએ અને વાતચીત માટે પણ અમારા દ્વાર ખુલ્લા છે. પરંતુ, આ વાતચીત સંપૂર્ણપણે સન્માન સાથે થવી જોઈએ.' વધુમાં ભાર મૂકતા કહ્યું કે, કોઈ પણ દેશ ઈરાનને આદેશ આપે તે અમને મંજૂર નથી. ઈરાન માત્ર પોતાનો બચાવ કરી રહ્યું છે અને પોતાના હક્ક માટે લડી રહ્યું છે. ઈરાન પોતાના હકોના રક્ષણ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્ય ધરાવતું નથી'

આ સમાચાર શેર કરો