મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશનની રિફાઇનરીઓ અને મુખ્યાલયની ઇમારત પર ઈરાનનો ડ્રોન હુમલો

ઈરાને કુવૈતને ફરીથી નિશાન બનાવ્યું છે, અને ઘાતક

 ઈરાને કુવૈતને ફરીથી નિશાન બનાવ્યું છે, અને  ઘાતક હુમલાઓ શરૂ કર્યા છે, મળતા અહેવાલ પ્રમાણે ઈરાને  કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશનની રિફાઇનરીઓ અને મુખ્યાલયની ઇમારત પર ડ્રોન હુમલા કર્યા છે.   કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશન (KPC) ની રિફાઇનરીઓ અને મુખ્યાલયની ઇમારત પર ડ્રોન હુમલો થયો છે, જેના કારણે આગ લાગી છે. કુવૈતની ઈમરજન્સી ટીમોએ મીના અલ-અહમદી અને મીના અબ્દુલ્લા રિફાઇનરીઓમાં લાગેલી આગને કાબુમાં લીધી છે, અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

 હુમલાને કારણે ઇમારતના એક ભાગમાં આગ લાગી 

કુવૈતમાં શુવૈખ સ્થિત ઓઇલ સેક્ટર કોમ્પ્લેક્સ પર ડ્રોન હુમલો થતાં એક મોટી ઘટના બની. આ હુમલાને કારણે ઇમારતના એક ભાગમાં આગ લાગી ગઈ, જેના કારણે ત્યાં કામ કરતા કર્મચારીઓમાં હોબાળો મચી ગયો. ઉલ્લેખનીય છે સમગ્ર મામલે  કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશન (KPC) એ જણાવ્યું કે હુમલો રવિવારે વહેલી સવારે થયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ કર્મચારીઓને ઈજા થઈ નથી અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો