મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: અમેરિકા અને ઇરાન વચ્ચે એક મોટો વચગાળાનો શાંતિ કરાર

પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ભયાનક યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે

પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ભયાનક યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે એક મોટો વચગાળાનો શાંતિ કરાર થવા જઈ રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે, ઇરાન સાથે યુદ્ધ વિરામ કરવા માટે પ્રારંભિક સમજૂતી તૈયાર થઈ ગઈ છે, જેના કારણે અમેરિકાએ ઇરાન પરના પોતાના તમામ સૈન્ય હુમલાઓ હાલ પૂરતા રોકી દીધા છે. એક અહેવાલ મુજબ, એક વરિષ્ઠ રાજદ્વારીએ પુષ્ટિ કરી છે કે, બંને દેશો 'મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ' ના ડ્રાફ્ટ ટેક્સ્ટ પર સહમત થઈ ગયા છે. આ ઐતિહાસિક કરાર પર 14 જૂને સ્વિટ્ઝર્લેન્ડના જિનેવા ખાતે સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવશે. આ વૈશ્વિક સમજૂતીમાં પાકિસ્તાને મુખ્ય મધ્યસ્થની ભૂમિકા ભજવી હોવાથી આ શાંતિ કરારને 'ઇસ્લામાબાદ ઘોષણાપત્ર' નામ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો