મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

US ELECTION 2024: સૌથી વધુ વોટ પછી પણ નથી બની શકતા અમેરિકાના રાષ્ટ્રપતિ? જાણો સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા

દેશની જનતા જેને સૌથી વધારે મત આપે તે જીતે છે. આ તો સીધો ફોર્મૂલા છે જેને દુનિયાની દરેક ચૂંટણી પ્રક્રિયામાં અપનાવવામાં આવે છ

US ELECTION 2024: સૌથી વધુ વોટ પછી પણ નથી બની શકતા અમેરિકાના રાષ્ટ્રપતિ? જાણો સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા

દેશની જનતા જેને સૌથી વધારે મત આપે તે જીતે છે. આ તો સીધો ફોર્મૂલા છે જેને દુનિયાની દરેક ચૂંટણી પ્રક્રિયામાં અપનાવવામાં આવે છે પરંતુ સુપરપાવર અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થોડી અલગ છે.

આજથી બે દાયકા પહેલા જ્યારે અમેરિકાનો પાયો નાખનારા તેના ફાઉન્ડિંગ ફાધર્સે રાષ્ટ્રપતિ ચૂંટવાની એક પ્રક્રિયા બનાવવાનું વિચાર્યું હતું તો તેમને એક એવી સિસ્ટમ પસંદ કરી જેનાથી રાષ્ટ્રપતિની ચૂંટણી લોકોના મતથી કે કોંગ્રેસથી નક્કી નથી થતી, માટે તેમને એક એવી સિસ્ટમ બનાવી જેમાં જો કોઇ ઉમેદવારને જનતાના પુરા મત મળી જાય તો પણ તેની ગેરંટી નથી કે તે રાષ્ટ્રપતિ બની શકે છે.

અમેરિકાની ઇલેક્ટોરલ કોલેજ સિસ્ટમ

આવી સ્થિતિમાં તેમણે એક સિસ્ટમ બનાવી, જેને ઈલેક્ટોરલ કોલેજ કહેવામાં આવે છે. આ એ જ સિસ્ટમ છે જેના કારણે અમેરિકાના ઈતિહાસમાં 5 વખત એવું બન્યું છે કે એક ઉમેદવારને જનતાના એકતરફી વોટ મળવા છતાં કોઈ અન્ય રાષ્ટ્રપતિ બન્યો. 2016માં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ હિલેરી ક્લિન્ટનનું ઉદાહરણ જોઇ લો. હિલેરીને લગભગ 28 લાખ વધુ વોટ મળ્યા હતા પરંતુ ટ્રમ્પની સરકાર બની હતી. વર્ષ 2000માં પણ ડેમોક્રેટ અલ ગોરને 5 લાખથી વધુ મત મળ્યા હતા પરંતુ રિપબ્લિકન જ્યોર્જ ડબલ્યુ બુશ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

ઇલેક્ટોરલ કોલેજ શું છે? અમેરિકન ચૂંટણીની જટિલ પ્રક્રિયાને સરળતાથી સમજવાનો પ્રયાસ કરીયે. તે ઘણા તબક્કામાં થાય છે.

પ્રેસિડેન્શિયલ પ્રાઇમરી

તેનું આયોજન રાજ્ય અને લોકલ ઓથોરિટી કરાવે છે અને તેમાં સીક્રેટ બેલેટ દ્વારા પાર્ટી પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટની પસંદગી કરવામાં આવે છે. એવું જરૂરી નથી કે મત આપનારા લોકો કોઇ પાર્ટી સાથે જોડાયેલા હોય.

કૉકસ

કોકસ, જે પ્રાઇવેટ ઇવેન્ટ્સ હોય છે તેને રાજકીય પક્ષો દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ ઇવેન્ટ્સમાં નક્કી કરવામાં આવે છે કે દરેક પાર્ટી માટે ચૂંટવામાં આવેલા ઉમેદવારમાંથી રાષ્ટ્રપતિનો ઉમેદવાર કોણ બનશે?

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ, બન્નેમાંથી કોણ જીતે તો ભારતને સૌથી વધુ ફાયદો થશે?

નેશનલ કન્વેન્શન

આ તબક્કામાં બંને પક્ષો પોતપોતાના પ્રમુખ અને ઉપરાષ્ટ્રપતિના ફાઇનલ નામની જાહેરાત કરે છે.તેઓ જણાવે છે કે તેમની પાર્ટી તરફથી સત્તાવાર ઉમેદવાર કોણ હશે. ઉદાહરણ તરીકે, આ વખતે રાષ્ટ્રપતિ પદ માટે જે નામ સામે આવ્યું છે તે છે ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ.

ઇલેક્ટર્સની ચૂંટણી

ઈલેક્ટોરલ કોલેજ એ પ્રક્રિયા છે જેના દ્વારા અમેરિકનો તેમના રાજ્યોના મતદારો દ્વારા આડકતરી રીતે તેમના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને ચૂંટે છે. કુલ 538 ઈલેક્ટોરલ કોલેજના મત છે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે 270 કે તેથી વધુની જરૂર પડશે. સામાન્ય ચૂંટણી પહેલા રાજ્યના ઇલેક્ટર્સની યાદી પસંદ કરવામાં આવે છે.નવેમ્બરમાં મતદાતા તેમના મત આપે છે તે બાદ લોકપ્રિય મત જીતનાર ઉમેદવાર આ નક્કી કરે છે કે વોટર્સનું ક્યું જૂથ-રિપલ્બિકન, ડેમોક્રેટ કે કોઇ ત્રીજો પક્ષ-રાષ્ટ્રપતિ માટે ઇલેક્ટોરલ કોલેજ ચૂંટણીમાં મત આપશે.

 જનરલ ઇલેક્શન

અમેરિકાના સામાન્ય લોકો મતદાન કરે છે, તેને પોપ્યુલર વોટ કહે છે. સૌથી પહેલા મતદાનના બીજા દિવસે પોપ્યુલર મતોની ગણતરી કરવામાં આવે છે જેમાં મેલ બેલેટ, મિલિટરી બેલેટ દ્વારા મતોની ગણતરી કરવામાં આવે છે. જો ઉમેદવાર જીતે તો પણ તે રાષ્ટ્રપતિ બની શકતો નથી.કારણ કે ઈલેક્ટોરલ કોલેજના વોટ દ્વારા નિર્ણય લેવામાં આવે છે.

ઇલેક્ટર્સની મીટિંગ

જ્યારે તમામ મતોની ગણતરી થાય છે ત્યારે ઈલેક્ટોરલ કોલેજનો વારો આવે છે. ડિસેમ્બરના મધ્યમાં ઇલેક્ટર્સ પોતાના સંબંધિત રાજ્યમાં બેઠક કરે છે. તમામ ઇલેક્ટર્સ રાષ્ટ્રપતિ માટે મત આપવા માટે મળે છે.આ વર્ષે 17 ડિસેમ્બરે ઇલેક્ટર્સની બેઠક છે. સામાન્ય રીતે, એવું બન્યું છે કે સ્ટેટ્સ પોતાના તમામ વોટ્સ તેને જ આપે છે જે પોપ્યુલર વોટ્સથી જીત્યો હોય છે.તે પણ 17મી ડિસેમ્બરે ખબર પડશે. તે બાદ 6 જાન્યુઆરીએ  નવી US કોંગ્રેસ મળે છે અને ઇલેક્ટોરલ કોલેજના મતની ગણતરી કરે છે. મતગણતરી પૂર્ણ થયા બાદ નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો