VIDEO: પત્ની સામે અન્ય મહિલાને કિસ કરવા ગયા બાઈડન!, જુઓ પછી શું થયું
અમેરિકામાં એક તરફ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈ

અમેરિકામાં એક તરફ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક તે સ્ટેજની બીજી બાજુ જવાનું ભૂલી જાય છે તો ક્યારેક ખોટું નામ બોલે છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે બાઈડનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક કાર્યક્રમ દરમિયાન એક મહિલા સાથે વાત કરતા જોવા મળે છે. તેમની બોડી લેંગ્વેજથી સ્પષ્ટ છે કે તે મહિલાને પોતાની પત્ની માને છે. અને આ મહિલાની એકદમ નજીક આવી જાય છે. પરંતુ આ દરમિયાન જ તેમની પત્ની બાઈડન પાસે દોડી જાય છે. તેમને કંઈક સમજાવે છે. સુરક્ષાકર્મીઓ મહિલાને બીજી તરફ લઈ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડેન પર ભારે પડ્યા હતા. એ પછી જો બાઈડેનના સ્વાસ્થ્ય અને ખરાબ પ્રદર્શનને લઈને સવાલો ઉઠવા લાગ્યા હતા. હવે જો બાઈડેન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી શકે છે. હવે તેમને એવું પણ લાગવા લાગ્યું છે કે તેઓ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી.




