અમેરિકા-સ્વિત્ઝરલેન્ડમાં બે મોટી દુર્ઘટના, આલ્પ્સમાં વિમાન અને મિસિસિપીમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 મોત
Denmark Plane Crashes : યુરોપીયન દેશ ડેનમા

Denmark Plane Crashes : યુરોપીયન દેશ ડેનમાર્ક જઈ રહેવલું નાનું વિમાન દક્ષિણ-પૂર્વ સ્વિત્ઝરલેન્ડના આલ્પ્સમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. રિપોર્ટ મુજબ વિમાન ક્રેશ થતાં ત્રણ લોકોનાં મોત થયા છે. ગ્રાઉબ્યૂએનડેન કેન્ટનની પોલીસે કહ્યું કે, સોમવારે સાંજે 5.20 કલાકે એકસ્ટ્રા ઈએ-400 પ્રોપેલર વિમાન સમેદાન એરફીલ્ડથી ટેકઓફ થયું હતું. મળતી માહિતી મુજબ આ વિમાન 13 માર્ચે ડેનમાર્કથી આવ્યું હતું અને કોપેનહેગમ પાસે રોક્સિલ્ડે પરત જઈ રહ્યું હતું.
ટેક ઑફ થતાં જ બે મિનિટમાં પ્લેન ક્રેશ થયું
પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘વિમાન ટેક ઑફ થયા બાદ બે મિનિટમાં જ પુંટ ચામુએસ-ચ ગામના કિનારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, ત્યારબાદ ભયાનક આગ લાગતા પ્લેન સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું. પોલીસે કહ્યું કે, અમે તપાસ શરૂ કરી દીધી છે. વિમાન પાસે સંપૂર્ણ સળગી ગયેલી હાલતમાં મુસાફરો અને પાઈલોટના મૃતદેહ હાલ લાગ્યા છે, જોકે હજુ સુધી તેમની ઓળખ કરી શકાઈ નથી. આ ઉપરાંત વિમાન કયા કારણોસર દુર્ઘટનાગ્રસ્ત થયું, તેની કોઈ માહિતી સામે આવી નથી.
અમેરિકામાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના યથાવત્
બીજીતરફ અમેરિકામાં વિમાન ક્રેશ થવાની સતત ઘટનાઓ બની રહી છે. ત્યાં અનેક વિમાન દુર્ઘટના બનવા છતાં મિસિસિપીમાં વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વાસ્તવમાં સોમવારે એક મેડિકલ ટ્રાન્સપોર્ટેશન કરી રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર થયું છે. આ દરમિયાન હેલિકોપ્ટરના એક પાયલટ અને બે હોસ્પિટલ કર્મચારીઓના મોત થયા છે.








