મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

તુલસી ગબાર્ડ બન્યા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક તરીકે તુલસી ગબાર્ડની નિયુક્તિ કરવામાં આવી છે. રાષ્ટ્રીય ગુપ્તચર વિભ

તુલસી ગબાર્ડ બન્યા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક તરીકે તુલસી ગબાર્ડની નિયુક્તિ કરવામાં આવી છે. રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના નિર્દેશક તરીકે તુલસી ગબાર્ડ વૈશ્વિક જોખમો વચ્ચે યુએસ ગુપ્તચર એજન્સીઓનું નિરીક્ષણ કરશે, જે રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીતનું પ્રતીક છે.

રિપબ્લિકન સભ્યોએ તેમના અનુભવ અને નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ તેમના નામાંકનની તરફેણમાં આવ્યા બાદ યુએસ સેનેટે બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તરીકે તુલસી ગબાર્ડની નિમણૂકને સમર્થન આપ્યું.

તુલસી નામ ઉપરથી સહજ રીતે લાગે કે તેઓ ભારતીય વંશનાં હશે, પરંતુ તેમ નથી. તેઓ અમેરિકન-સાયોચીન વંશના છે. ભારતીય વંશના નથી કે ભારત સાથે સીધો સંબંધ પણ ધરાવતાં નથી. તેઓનાં માતાએ હિન્દૂ ધર્મ અંગીકાર કર્યો હતો, સંતાનોને પણ હિન્દૂ ધર્મમાં અનુયાયીઓ બનાવ્યા હતાં. તુલસી ગબ્બાર્ડે ગીતા પર હાથ મૂકી શપથ લીધા હતા.

તુલસી ગબ્બાર્ડને જાસૂસી કાર્યવાહીનો ખાસ અનુભવ નથી. તેઓએ આર્મી નેશનલ ગાર્ડમાં ૨૦ વર્ષથી વધુ સમય સુધી ઇરાક અને કુવૈતમાં ફરજ બજાવી હતી. તે પછી ડેમોક્રેટિક પાર્ટીનાં સભ્યપદે હતાં ત્યારે હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્ઝમાં ચૂંટાયાં હતાં તે સમયે હોમલેન્ડ સિક્યોરિટી કમિટિમાં સભ્ય પદે લેવાયાં તેમાં બે વર્ષ સુધી કામ કર્યું હતું તે દરમિયાન તેઓને જાસૂસી અંગેનો થોડો ઘણો અનુભવ મળ્યો. જોકે ડૉનાલ્ડ ટ્રમ્પને તેમનામાં ઘણો વિશ્વાસ છે તેઓ કહે છે કે, તુલસી આપણા સંવૈધાનિક અધિકારોની પૂરી રક્ષા કરી શકશે. દેશમાં શાંતિ સ્થાપી શકશે. સાથે શક્તિની ચેતના પ્રકટાવી શકશે.

પ્રથમ હિન્દુ કોંગ્રેસ વુમન રહી ચૂક્યા છે તુલસી ગબાર્ડ 

ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગ્રેસ સભ્ય તુલસી ગબાર્ડને અમેરિકાની પ્રથમ હિન્દુ કોંગ્રેસ વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. તુલસી એક અનુભવી સૈનિક છે અને વિવિધ પ્રસંગોએ મધ્ય પૂર્વ અને આફ્રિકાના યુદ્ધ વિસ્તારોમાં તેમની તહેનાતી થઇ ચૂકી છે. તે થોડા સમય પહેલા જ ડેમોક્રેટ પાર્ટીથી અલગ થઈ ગયા હતા અને ચૂંટણી સમયે રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ ગયા.

આ સમાચાર શેર કરો