Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump's 'act' at White House: Japanese PM suddenly gets flustered in meeting!

Video/ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની 'હરકત': બેઠક વચ્ચે જાપાનના વડાંપ્રધાન અચાનક અકળાયા!

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Donald Trump Pearl Harbor comment: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર કરેલા લશ્કરી હુમલા અંગે પર્લ હાર્બરનો ઉલ્લેખ કરીને એક નવો વિવાદ છેડ્યો છે. વોશિંગ્ટનમાં જાપાનના વડાંપ્રધાન સાનાએ તાકાઈચી સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે પોતાની વ્યૂહનીતિનો બચાવ કરતા કહ્યું કે, લશ્કરી ઓપરેશનમાં 'સરપ્રાઈઝ' એટલે કે દુશ્મનને અચાનક ચોંકાવવા ખૂબ જરૂરી હોય છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ હુમલા પહેલા સહયોગી દેશોને કેમ જાણ નહોતી કરાઈ, ત્યારે તેમણે સીધો જાપાનને સવાલ કર્યો કે, 'સરપ્રાઈઝ વિશે જાપાનથી વધુ સારું કોણ જાણી શકે? તમે મને પર્લ હાર્બર વિશે અગાઉથી કેમ નહોતું જણાવ્યું?' ટ્રમ્પની આ ટિપ્પણીથી વ્હાઇટ હાઉસમાં એક ક્ષણ માટે ભારે ક્ષોભજનક સ્થિતિ પેદા થઈ હતી.

App Store

પર્લ હાર્બર હુમલો: ઇતિહાસની એક કાળી યાદ

પર્લ હાર્બરનો ઉલ્લેખ એટલા માટે સંવેદનશીલ છે કારણ કે 7 ડિસેમ્બર, 1941ના રોજ જાપાને અમેરિકાના આ નેવલ બેઝ પર અચાનક હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અમેરિકાના 8 મોટા યુદ્ધ જહાજોને નુકસાન થયું હતું અને અંદાજે 2,400 જેટલા અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. આ તે ઘટના હતી જેના કારણે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું હતું. તત્કાલીન પ્રમુખ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટે આ દિવસને 'ક્યારેય ન ભૂલી શકાય તેવો કલંકિત દિવસ' ગણાવ્યો હતો. આ હુમલાના વળતા જવાબમાં છેવટે ઓગસ્ટ 1945માં અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા, જેના પછી બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો.

વ્યૂહનીતિ અને રાજદ્વારી સંબંધો

ડોનાલ્ડ ટ્રમ્પે તર્ક આપ્યો હતો કે જો તેઓ હુમલાની જાણ અગાઉથી કરી દેત, તો તે સરપ્રાઈઝ રહેત નહીં અને લશ્કરી સરસાઈ મેળવી શકાત નહીં. જોકે, જાપાન અત્યારે અમેરિકાનું સૌથી નજીકનું મિત્ર રાષ્ટ્ર છે, ત્યારે ટ્રમ્પ દ્વારા જાપાનના વડાંપ્રધાનની હાજરીમાં જ પર્લ હાર્બરનો ઉલ્લેખ કરવો તે રાજદ્વારી રીતે ઘણો મોટો વિવાદ ગણાઈ રહ્યો છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે સંરક્ષણ અને વેપાર સંબંધો મજબૂત કરવાનો હતો, પરંતુ ટ્રમ્પની આ આકરી ભાષાએ દાયકાઓ જૂના ઐતિહાસિક જખમોને ફરી તાજા કરી દીધા છે.

સુરક્ષા અને તેલ પુરવઠા અંગે જાપાનને કરી અપીલ

આ બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનને ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષા માટે વધુ સક્રિય થવા અપીલ કરી હતી. તેમણે તર્ક આપ્યો હતો કે જાપાન તેનો 90 ટકાથી વધુ ઓઈલ પુરવઠો આ વિસ્તારમાંથી મેળવે છે, તેથી જાપાનના પોતાના હિત માટે તેણે આગળ આવવું જોઈએ. બીજી તરફ, તાકાઈચીએ ચીન સાથેના સંબંધોમાં સંતુલન જાળવવાની વાત કરી હતી. પર્લ હાર્બરની આ ઘટનાએ દાયકાઓ જૂના ઐતિહાસિક સંદર્ભોને ફરી તાજા કર્યા છે, જે આજે પણ બંને દેશોના મજબૂત સંરક્ષણ સંબંધો વચ્ચે સંવેદનશીલ મુદ્દો માનવામાં આવે છે.