Video: પોલેન્ડના ક્રાકો શહેરમાં ભીષણ ગોળીબાર, 5 લોકોના મોત

સોર્સ: gstv

પોલેન્ડના બીજા સૌથી મોટા શહેર ક્રાકોના મુખ્ય બજારમાં શનિવારે એક ભીષણ ગોળીબારની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે દસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરે મિલિટરી ગ્રેડના કપડાં પહેર્યા હતા અને તેની પાસે બંદૂક હતી. તેણે ચાલતી ગાડીમાંથી બજારમાં અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલાનો કેટલાક પોલીસકર્મીઓ પણ શિકાર બન્યાં. આ દુર્ઘટનાએ યુરોપિયન દેશોમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત