Video: ટ્રમ્પ ટેરિફ મુદ્દે ફરી રઘવાયા, ભારત સહિતના દેશો પર ફરી ટેરિફ લાદવાની તૈયારી

સોર્સ: gstv

અમેરિકા ભારત, ચીન અને અન્ય અનેક દેશોમાંથી આવતા સામાન પર ટેરિફ વધારવાની તૈયારી કરી રહ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, અમેરિકાનો આરોપ છે કે આ દેશો પોતાની કંપનીઓને સરકારી સબસિડી આપીને ફાયદો પહોંચાડી રહ્યા છે, જેના કારણે અમેરિકન કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા પર ટેરિફ 15 ટકા કે તેથી ઓછો રહી શકે છે, જ્યારે ભારત અને વિયેતનામ પર વધુ શુલ્ક લાગવાની આશંકા છે. રિપોર્ટ અનુસાર, અમેરિકા ભારત, ચીન, યુરોપિયન યુનિયન જેમાં 27 સભ્ય દેશોમાંથી, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 14 થી વધુ દેશોમાંથી આવતા માલ પર ટેરિફ વધારવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ  જેમિસન ગ્રીર આ મામલે મહિનાઓથી ચાલી રહેલી ઈન્ડસ્ટ્રિયલ સબસિડીની તપાસના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરી શકે છે, જોકે જાહેરાતનો સમય બદલાઈ શકે છે. મોટાભાગના ઉત્પાદનો પર ટેરિફ વધી શકે છે, પરંતુ સ્ટીલ, એલ્યુમિનિયમ અને કાર જેવા ઔદ્યોગિક ઉત્પાદનોને બહાર રખાઈ શકે છે, કારણ કે તેમના પર રાષ્ટ્રીય સુરક્ષાના નિયમો હેઠળ અગાઉથી ટેરિફ લાગુ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત