જેન્સેન હુઆંગની Nvidia માં રિએન્ટ્રીથી એશિયાના શેરબજારો પણ ઝૂમી ઉઠ્યા, ટ્રમ્પની સંપત્તિમાં ₹139.5 કરોડનો વધારો!

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને Nvidiaના શેરમાં આવેલા જોરદાર ઉછાળાથી મોટો નાણાકીય ફાયદો થયો હોવાનો અહેવાલ છે. Nvidiaના CEO જેન્સેન હુઆંગની કંપનીમાં અચાનક વાપસી બાદ શેરના ભાવમાં 31.5 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ તેજીને કારણે ટ્રમ્પના Nvidia શેરહોલ્ડિંગની કિંમતમાં અંદાજે 15 મિલિયન ડોલર એટલે કે લગભગ 139.5 કરોડ રૂપિયાનો વધારો થયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
જેન્સેન હુઆંગે 1993માં Nvidiaની સ્થાપના કરી હતી. જોકે, ત્રણ મહિલાઓ સાથે સંબંધ હોવાના આક્ષેપો, જેમાં એક મહિલા ચીની જાસૂસ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, તે સહિતના વિવાદો બાદ કંપનીના બોર્ડે તેમને પદ પરથી હટાવ્યા હતા. જોકે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ બોર્ડે હુઆંગને ફરી CEO તરીકે નિયુક્ત કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે Nvidiaના બોર્ડ સાથે વાત કરી હતી અને હુઆંગની વાપસી માટે સમજાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું, 'મેં તેમની સાથે વાત કરી હતી. મેં તેમને સમજાવ્યા અને આ ડીલ કરી.'
Nvidiaના શેરમાં 31.5 ટકાનો ઉછાળો
Nvidiaના શેરમાં સોમવારે 31.5 ટકાનો જોરદાર ઉછાળો આવ્યો હતો. આ તેજીને કારણે કંપનીના માર્કેટ વેલ્યુમાં લગભગ 950 અબજ ડોલરનો વધારો થયો હતો. હુઆંગ કંપનીના સાન્ટા ક્લારા હેડક્વાર્ટર પર પરત ફર્યા ત્યારે કર્મચારીઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું અને 'જેન્સેન, જેન્સેન'ના નારા લગાવ્યા હતા. ટ્રમ્પના નાણાકીય ખુલાસા અનુસાર, 30 સપ્ટેમ્બર સુધી તેમની પાસે Nvidiaના 3.70 લાખ જેટલા શેર હોઈ શકે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ટ્રમ્પે Nvidiaના 2.3 કરોડથી 8.6 કરોડ ડોલર વચ્ચેના શેર ખરીદ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પ્રમુખપદ સંભાળ્યા બાદ તેમણે કેટલાક શેર વેચીને 35 લાખથી 1.02 કરોડ ડોલર વચ્ચેનો નફો પણ મેળવ્યો હોવાનું જણાવાયું છે.
એશિયાના શેરબજારોમાં પણ તેજી
હુઆંગની વાપસીના સમાચારથી એશિયા-પેસિફિકના શેરબજારોમાં પણ તેજી જોવા મળી હતી. તાઇવાનના TW50 ઇન્ડેક્સમાં 9.5 ટકા, દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 6.5 ટકા અને જાપાનના નિક્કીમાં લગભગ 4 ટકાનો ઉછાળો નોંધાયો હતો. SK Hynix અને Samsung Electronics જેવા ચિપ ઉત્પાદકોના શેરમાં પણ તેજી જોવા મળી હતી. જોકે, અમેરિકામાં Nvidiaના શેર પ્રી-માર્કેટ ટ્રેડિંગ દરમિયાન 4.1 ટકા ઘટીને 158.26 ડોલર પર આવ્યા હતા. હુઆંગની વાપસી સાથે જોડાયેલા રાજકીય વિવાદ અને AI ક્ષેત્રના રોકાણ અંગેની ચિંતાઓને કારણે બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
અમેરિકન ડેમોક્રેટ નેતાએ તપાસની માંગણી કરી
અમેરિકાના ડેમોક્રેટિક સેનેટર રૂબેન ગેલેગોએ હુઆંગની વાપસીની જાહેરાત પહેલાં શેરના વ્યવહારોની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે આ ઘટનાને લઈને વ્હાઇટ હાઉસ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા. બીજી તરફ, બજાર નિષ્ણાતોના મતે હુઆંગની વાપસી AI ક્ષેત્રના રોકાણ અને અમેરિકાની ટેક્નોલોજી લીડરશિપ માટે મહત્વપૂર્ણ બની શકે છે. જોકે, AI ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ, દેવું અને ભવિષ્યમાં નફો મેળવવાની ક્ષમતા અંગેની ચિંતાઓ હજુ યથાવત છે.










