Video: 16 ડિસેમ્બરઃબાંગ્લાદેશ માટે મહત્વની તારીખ

સોર્સ: gstv

VO: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પ્રથમ વખત પોતાની વાપસીની તારીખ જાહેર કરી છે. સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, હસીનાના પ્રવક્તા સૈયદ મોજમ્મેલ અલીએ જણાવ્યું છે કે 16 ડિસેમ્બર 2026ના રોજ શેખ હસીના દિલ્હીથી ઢાકા પરત ફરવા માંગે છે.  5 ઑગસ્ટ 2024ના રોજ હસીના દેશ છોડીને ભારત આવી ગયા હતા..તેમણે તારિક રહમાન સરકાર પાસે માંગ કરી છે કે જે રીતે તેમને બાંગ્લાદેશી વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા, તે જ રીતે સરકારી એરલાઇનનું વિમાન મોકલીને તેમની વાપસીની વ્યવસ્થા કરવામાં આવે. શેખ હસીનાના પ્રવક્તાએ દાવો કર્યો છે કે હસીનાને બંધારણ વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યા હતા, તેથી તેમને પરત લાવવાની જવાબદારી સરકારની છે.

VO-1

જાહેરાત

હવે સૌથી મોટો સવાલ એ છે કે શેખ હસીનાએ વતન વાપસી માટે 16 ડિસેમ્બરની તારીખ જ કેમ પસંદ કરી ? કારણ કે 16 ડિસેમ્બર.. બાંગ્લાદેશના ઈતિહાસમાં 'વિજય દિવસ' તરીકે મનાવવામાં આવે છે. આ જ દિવસે 1971માં પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધ પૂરું થયું હતું અને બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશની આઝાદીના મુખ્ય નાયક હતા.

VO-2

હસીનાના બાંગ્લાદેશ પરત ફરવામાં શું મુશ્કેલી છે તેના પર નજર કરીએ તો જૂન 2024માં બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન હિંસક બન્યું હતું, જેમાં સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ આશરે 1,400 લોકોના મોત થયા હતા. આ હિંસાના કેસમાં શેખ હસિના દોષિત ઠર્યા છે. જેમાં 17 નવેમ્બર 2025ના રોજ ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલે શેખ હસીનાને  ફાંસીની સજા ફટકારી હતી. હાલમાં હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ છે અને સરકારે તેમના નવા પાસપોર્ટની અરજી પણ નકારી કાઢી છે. રોયટર્સના અહેવાલ અનુસાર, બાંગ્લાદેશ સરકારના એક મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હસીના જેવા પરત ફરશે કે તરત જ તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવશે.

VO-3

આ સ્થિતિમાં 'વિજય દિવસ' જેવો ભાવનાત્મક અને ઐતિહાસિક દિવસ પસંદ કરીને હસીના પોતાની પાર્ટીના કાર્યકરોમાં નવો જોશ ભરવા અને આઝાદીના વારસા સાથે પોતાની વાપસીને જોડવાનો વ્યૂહાત્મક પ્રયાસ કરી રહ્યા છે. હવે જ્યારે 16 ડિસેમ્બરના 'વિજય દિવસ' પર તેમણે પરત ફરવાનું એલાન કર્યું છે, ત્યારે તારિક રહમાન સરકાર શું પગલું ભરે છે અને બાંગ્લાદેશની સ્થિતિ કઈ તરફ વળે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત