Video: એનવીડિયામાં માત્ર 6 દિવસમાં બાજી પલટાઈ

VO-1
ટેક જગતની દિગ્ગજ કંપની એનવીડિયાના કોર્પોરેટ ઈતિહાસમાં એક અત્યંત નાટકીય વળાંક આવ્યો છે. શંકાસ્પદ ચીની જાસૂસ સાથેના અફેરના વિવાદ બાદ રાજીનામું આપનારા જેન્સન હુઆંગને કંપનીના બોર્ડે સર્વસંમતિથી ફરી એકવાર પ્રેસિડેન્ટ, CEO અને બોર્ડ મેમ્બર તરીકે નિયુક્ત કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, 17 નવેમ્બરે જે બોર્ડે હુઆંગને પરત લેવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો, તેણે માત્ર 6 દિવસમાં જ યુ-ટર્ન લીધો છે. આ નિર્ણય આવતાની સાથે જ પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં એનવીડિયાના શેર 30 ટકાથી વધુ ઉછળ્યા છે. જેન્સન હુઆંગ મુખ્યાલય પહોંચ્યા ત્યારે કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કર્મચારીઓ તેમનું જોરદાર સ્વાગત કરતા નજરે પડે છે.
VO-2
શું હતો આખો વિવાદ ? હુઆંગ પર કંપનીના 'કોડ ઓફ કન્ડક્ટ'ના ભંગ અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના આરોપો લાગ્યા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, જે મહિલા 'એલિસ હુઆંગ' સાથે તેમના સંબંધો હોવાની વાત છે, તેના પર ચીનની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા હોવાની શંકા છે. અમેરિકી એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું એલિસ સાથે જોડાયેલી કંપનીઓ મારફતે એનવીડિયાની એડવાન્સ ચિપ્સ ગેરકાયદેસર રીતે ચીન મોકલવામાં આવી હતી? આ ઉપરાંત, અમેરિકી શેરબજારની નિયમનકારી સંસ્થા SEC પણ રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના મામલે તપાસ ચલાવી રહી છે.
VO-3
તો પછી એવું તો શું થયું કે બોર્ડને પોતાનો નિર્ણય બદલવો પડ્યો ? આ વાપસી પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સીધું દબાણ અને હિત સૌથી મોટું પરિબળ માનવામાં આવે છે. રાજીનામા બાદ ટ્રમ્પે હુઆંગને 'લિજેન્ડ' ગણાવ્યા હતા અને વાપસી બાદ લખ્યું કે, અમેરિકન અર્થતંત્ર અને કંપનીની સમૃદ્ધિ માટે દેશને જેન્સનના નેતૃત્વની જરૂર છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ તેમને આધુનિક યુગના 'હેનરી ફોર્ડ' માને છે. AIની રેસમાં ચીનને પાછળ રાખવા માટે એનવીડિયાનું મજબૂત રહેવું તેમના માટે મહત્વનું છે. વોશિંગ્ટન પોસ્ટના વિશ્લેષણ મુજબ એન વીડિયામાં ટ્રમ્પનું પોતાનું પણ રોકાણ છે. ઓગસ્ટના અંત સુધીમાં ટ્રમ્પ પાસે એનવીડિયાના 62 મિલિયન ડોલરના શેર હતા અને રાજીનામા પહેલાં તેમણે હુઆંગને ફોન કરીને લડતા રહેવા કહ્યું હતું.
VO-4
એક તરફ જાસૂસીની શંકા અને તપાસ જેવા ગંભીર મુદ્દાઓ હજુ યથાવત છે, તો બીજી તરફ રાજકીય સમીકરણો, બજારની અસર અને કર્મચારીઓના સમર્થને જેન્સન હુઆંગની ખુરશી બચાવી લીધી. 6 દિવસમાં પલટાયેલી આ બાજીએ સાબિત કર્યું છે કે વૈશ્વિક AIની રેસમાં એનવીડિયા અને તેનું નેતૃત્વ કેટલું નિર્ણાયક બની ગયું છે.









