રામાયણ'ની કમાણી પર દીપિકા ચિખલિયાની પ્રતિક્રિયા, બોલ્યાં- 'મેં પહેલા જ કહ્યું હતું ને...

નિતેશ તિવારીની સૌથી લોકપ્રિય ફિલ્મ 'રામાયણ' આખરે 5 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરમાં આવી ગઈ. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સકારાત્મક રિવ્યૂ મળી રહ્યા છે, જેના કારણે ફિલ્મે માત્ર આઠ દિવસમાં દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર 1000 કરોડનો આંકડો પાર કરી લીધો. હવે, અભિનેત્રી દીપિકા ચિખલિયા, જેમણે રામાનંદ સાગરની 'રામાયણ'માં 'સીતા'નું પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું, તેમણે ફિલ્મના બોક્સ ઓફિસ પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમણે પહેલેથી જ અંદાજ લગાવી લીધો હતો કે આ ફિલ્મ હિટ થશે.
'રામાયણ' પર શું બોલ્યાં દીપિકા ચિખલિયા?
પાપારાઝી સાથે વાત કરતા દીપિકા ચિખલિયાને કોઈએ કહ્યું કે 'રામાયણ' બોક્સ ઓફિસ પર સફળ થઈ રહી છે. આ વાતનો જવાબ આપતા દીપિકાએ કહ્યું, "જોયું, મેં કહ્યું હતું ને કે ફિલ્મ સારી બની છે, હિટ થશે જ. આમાં એટલા મોટા સ્ટાર્સ છે. જુઓ કેવી રીતે આણે 4થી 5 દિવસમાં 900થી 1000 કરોડ વચ્ચે કમાણી કરી. ખૂબ સરસ."
રામાનંદ સાગરની 'સીતા'એ કરી નિતેશ તિવારીની 'રામાયણ'ની પ્રશંસા
પોતાની વાત આગળ વધારતા દીપિકા'એ કહ્યું, "હાં, ફિલ્મ સારી છે અને ફિલ્મમાં કેટલા મોટા સ્ટાર્સ છે. વીએફએક્સ પણ ખૂબ સારૂ છે." દીપિકાએ ફિલ્મની પ્રશંસા ભલે કરી હોય, પરંતુ થોડા દિવસો પહેલા તેમણે ફિલ્મમાં 'સીતા'ના એક્શન સીક્વન્સને લઈને વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું, "વાલ્મીકી રામાયણ અને તુલસીદાસ રામાયણની જે યાદ મારા મનમાં છે, મને નથી યાદ કે એવા કોઈ દૃશ્યો તેમાં છે. પરંતુ આપણા દેશમાં 300થી વધુ રામાયણ છે. દરેક રામાયણની કથા બીજી રામાયણની કથાથી થોડી અલગ છે. તો બની શકે કે મેકર્સે કોઈ બીજી રામાયણમાંથી કંઈક લીધું હોય, જે મને ન ખબર હોય."
દીપિકાને આજે પણ 'સીતા'ના રૂપમાં ઓળખે છે લોકો
દીપિકા ચિખલિયાએ રામાનંદ સાગરની 'રામાયણ'માં 'સીતા'નું પાત્ર ભજવ્યું હતું. તેમના આ પાત્રને એટલું પસંદ કરવામાં આવ્યું હતું કે સિરિયલની બહાર પણ લોકો તેમને માતા સીતાના રૂપમાં જ જોતા હતા. અરુણ ગોવિલ અને દીપિકાને જ્યારે પણ જાહેરમાં જોતા તો લોકો પગે લાગતા હતા.
1987માં આવ્યો હતો રામાનંદ સાગરની 'રામાયણ'નો પહેલો એપિસોડ
રામાનંદ સાગરની 'રામાયણ' વર્ષ 1987થી લઈને 1988 વચ્ચે પ્રસારિત થઈ હતી. સિરિયલમાં કુલ 78 એપિસોડ્સ હતા. આ સિરિયલમાં અરુણ ગોવિલ ભગવાન રામ બન્યા હતા. જ્યારે, નિતેશ તિવારીની 'રામાયણ'માં અરુણ ગોવિલે દશરથનું પાત્ર ભજવ્યું છે. તેમના આ પાત્રને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ભારતીય બોક્સ ઓફિસ પર 'રામાયણ'ની સ્થિતિ
નિતેશ તિવારીની 'રામાયણ'ની ભારતીય બોક્સ ઓફિસ પર કમાણીની વાત કરીએ તો ફિલ્મે 8 દિવસમાં 564.60 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આજે એટલે કે 13 નવેમ્બરે ફિલ્મનો બોક્સ ઓફિસ પર 9મો દિવસ છે. ફિલ્મની કમાણી બોક્સ ઓફિસ પર સારી થઈ રહી છે, પરંતુ ફિલ્મની કમાણીમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે.







