Video: મુંબઈમાં ફિલ્મ 'રામાયણ'ના પ્રીમિયર સ્ક્રીનિંગમાં રણબીર કપૂર સહિત બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી

મુંબઈ ખાતે યોજાયેલા નીતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ'ના પ્રીમિયર સ્ક્રીનિંગમાં રણબીર કપૂર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ફિલ્મ રિલીઝ પહેલા યોજાયેલા આ ખાસ સ્ક્રીનિંગમાં આલિયા ભટ્ટ સહિત અનેક ફિલ્મી સિતારાઓએ હાજરી આપીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. વિશાળ બજેટમાં બનેલી આ પૌરાણિક ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવી રહ્યો છે. પ્રીમિયર શો દરમિયાન ફિલ્મની ભવ્યતા અને શાનદાર વિઝ્યુઅલ ઈફેક્ટ્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
જાહેરાત




