Video: ચીન-પાકિસ્તાનની વધતી મિત્રતાથી ભારત પર 'ટુ-ફ્રન્ટ વોર'નો ખતરો, અમેરિકન રિપોર્ટમાં મોટો દાવો

સોર્સ: gstv

આ રિપોર્ટ મુજબ, ચીન અને પાકિસ્તાનની વધતી લશ્કરી ભાગીદારી ભારત માટે બે મોરચે યુદ્ધ એટલે કે એકસાથે ચીન અને પાકિસ્તાન બંને સાથે ટકરાવ થવાનું જોખમ ઝડપથી વધારી રહી છે. રિપોર્ટમાં અમેરિકન કમિશને પોતાની સરકારને સલાહ આપી છે કે આ ખતરાનો સામનો કરવા અમેરિકાએ ભારત સાથે મળીને કામ કરવું જોઈએ અને ખાસ કરીને હિંદ મહાસાગરમાં લશ્કરી સહયોગ વધુ મજબૂત બનાવવો જોઈએ. કમિશનના મતે, ચીન સીધું યુદ્ધમાં ઉતર્યા વિના પણ પાકિસ્તાનને મોટી લશ્કરી અને વ્યૂહાત્મક મદદ કરી શકે છે. જો ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સંઘર્ષ થાય, તો ચીનનો આ ટેકો ભારતની લશ્કરી તૈયારીઓ અને રણનીતિ માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અમેરિકન રિપોર્ટમાં હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી હાજરી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ચીન અહીં પોતાના જાસૂસી અને રિસર્ચ જહાજો મોકલી રહ્યું છે અને લાંબા સમય સુધી નૌકાદળ તૈનાત રાખવા માટે ઠેકાણા તૈયાર કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ ચીનનું આ પગલું ભવિષ્યમાં આ વિસ્તાર પર પોતાનો હક જમાવવાની જમીન તૈયાર કરવા જેવું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત