મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના ગણેશ પંડાલમાં વૃદ્ધાશ્રમની વધતી સંખ્યા પર દર્શાવાઈ વરવી વાસ્તવિકતા, આકર્ષક થીમ બની ચર્ચાનો વિષય

અમદાવાદમાં વર્તમાન સમયમાં વ

તસવીર: gstv

અમદાવાદમાં વર્તમાન સમયમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા અને ત્યાંનું વેઇટિંગ વધી રહ્યું છે, જે સમાજ માટે એક ગંભીર ચિંતાનો વિષય છે. આ વરવી વાસ્તવિકતાને ઉજાગર કરવા માટે અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલા એક ગણેશ પંડાલ દ્વારા અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે...આ પંડાલમાં દીકરો અને વહુ દ્વારા વડીલોને ઘરની બહાર ધક્કો મારતા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. સાથે જ અમારો શું વાંક.... વડીલોનું સહારો બનીએ અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જેવા સૂચક બેનરો મૂકવામાં આવ્યા.... સમાજમાં જાગૃતિ આવે અને પરિસ્થિતિ બદલાય તેવા ઉદ્દેશ્યથી આ પ્રેરણાદાયી થીમ રજૂ કરાઈ છે.

આ સમાચાર શેર કરો