Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A sudden change in the atmosphere of Ahmedabad, with heavy winds and thunderstorms in many areas

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. 

App Store

શહેરના એસજી હાઈવે, બોડકદેવ, બોપલ, થલતેજ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ તેજ જોવા મળી હતી. અચાનક વરસાદ શરૂ થતાં રસ્તા પર વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી કેટલાક સ્થળોએ રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી.

અમદાવાદમાં ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ થતાં લોકોને રાહત મળી છે. જોકે, ગાજવીજ અને ભારે પવનને પગલે નાગરિકોને સાવચેતી રાખવાની જરૂર છે.

હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારને પગલે શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. આગામી કલાકોમાં વરસાદનું જોર વધે છે કે ઘટે છે તેના પર સૌની નજર રહેશે.