VIDEO: અમદાવાદ સંકલન સમિતિની બેઠક: ધારાસભ્યોએ પાણી ભરાવાની સમસ્યા અને વિકાસકાર્યો અંગે કરી રજૂઆત
અમદાવાદમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ભાજપ અને કોંગ્ર

અમદાવાદમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પોતપોતાના મતવિસ્તારની સમસ્યાઓ રજૂ કરી હતી….વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે વરસાદી પાણીના નિકાલ માટે ડેડિકેટેડ પમ્પિંગ સ્ટેશન અને નવરાત્રી પહેલા શ્યામલ-શિવરંજની રોડની કામગીરી શરૂ કરવાની માગ કરી હતી, જેના પર કમિશનરે બાંયધરી આપી છે…શહેરના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ માત્ર અઢી ઇંચ વરસાદમાં સ્માર્ટ સિટીના ૩ દરવાજા વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં મોટાભાગના ધારાસભ્યોએ ચોમાસામાં સર્જાતી પાણી ભરાવાની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ ભારપૂર્વક રજૂઆતો કરી હતી.




