મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના વાડજમાં લાઈટ ચાલુ-બંધ કરવા જેવી નજીવી બાબતે ભાઈએ ભાઈની કરી હત્યા

અમદાવાદના વાડજ વિસ્તારમાં લાઈટ ચાલુ-બંધ કરવાની અત્યંત નજીવી બાબતે બ

તસવીર: gstv

અમદાવાદના વાડજ વિસ્તારમાં લાઈટ ચાલુ-બંધ કરવાની અત્યંત નજીવી બાબતે બે ભાઈઓ વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી. બોલાચાલી દરમિયાન ગુસ્સામાં આવેલા મોટા ભાઈ રાજુ ચૌહાણે ફ્રિજ પર પડેલી કાતર વડે નાના ભાઈ નરેશ પર  ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા નાના ભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપીને આરોપી રાજુ કલોલ તરફ ફરાર થઈ ગયો હતો. જોકે, વાડજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને કલોલથી ઝડપી પાડ્યો છે અને હત્યામાં વપરાયેલી કાતર કબ્જે કરી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો