Video: ટ્રેન-મિની બસ વચ્ચે ટક્કર, રેલવે ટ્રેક પર ભયાવહ દ્રશ્યો સર્જાયા

ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રા પ્રાંતમાં મોટી રેલ દુર્ઘટના ઘટી. સિયાંતાર રૂટ પર ચાલતી સિયાંતાર એક્સપ્રેસ ટ્રેનની ટક્કર એક મિનીબસ સાથે થઈ ગઈ. આ દુર્ઘટના સુરક્ષા ગેટ વિનાના રેલવે ક્રોસિંગ પર થઈ. ટક્કર બાદ ટ્રેનના એન્જિનમાંથી તણખા નીકળ્યા અને આગ લાગી ગઈ. જોકે રાહતની વાત એ રહી કે ટ્રેનમાં સવાર તમામ 264 મુસાફરોનો આબાદ બચાવ થયો. આ દુર્ઘટનામાં મિનીબસ ચાલકનું મોત થયું છે, જ્યારે ટ્રેનના બે ડ્રાઈવર અને એક કર્મચારી ઘાયલ થઈ ગયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે મિનીબસ અનેક મીટર સુધી ઢસડાતી ગઈ. અકસ્માત દરમિયાન ટ્રેનના એન્જિનમાંથી નીકળેલા તણખાએ મિનીબસ અને લોકોમોટિવ બંનેમાં આગ લગાવી દીધી. ઘટના બાદ ટ્રેનને વચ્ચેના રસ્તે રોકવી પડી અને તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
જાહેરાત












