મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO : ઈરાની સુરક્ષા વડા અલી લારીજાની સુપુર્દ એ ખાક, તેહરાનમાં હજારોની માનવમેદની ઉમટી

ઈરાનના તેહરાનમાં ઈરાની સુરક્ષા વડા અલી લારીજાનીના અંતિમ દફન વિધિમાં હાજરી આપવા માટે

ઈરાનના તેહરાનમાં ઈરાની સુરક્ષા વડા અલી લારીજાનીના અંતિમ દફન વિધિમાં હાજરી આપવા માટે હજારો લોકો એકઠા થયા છે. ઈઝરાયલે મંગળવારે ઈરાનના સુરક્ષા અધિકારી અલી લારીજાની અને બસીજ કમાન્ડર ગુલામરેજા સુલ્તાનીને નિશાન બનાવ્યા હતા, જેમાં બંને અધિકારીઓના મોત થયા હતા. ઈરાની મીડિયાએ લાંબી ચુપકીદી બાદ આખરે સ્વીકાર્યું છે કે ઇઝરાયલના હવાઈ હુમલામાં અલી લારીજાની માર્યા ગયા છે. ઇઝરાયલે આ હુમલાને પોતાની સૌથી મોટી સૈન્ય સફળતા ગણાવી છે.

અલી લારીજાની ઈરાનની રાજનીતિ અને સુરક્ષા વ્યવસ્થાના અત્યંત મહત્ત્વના હિસ્સા હતા. તેઓ સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પૂર્વ પ્રમુખ, સંસદના પૂર્વ સ્પીકર અને સુપ્રીમ લીડરના ખાસ સલાહકાર રહી ચૂક્યા હતા. ઈરાનના દરેક મોટા વ્યૂહાત્મક નિર્ણયોમાં તેમની ભૂમિકા મહત્વની ગણાતી હતી. તેમનું મોત આ યુદ્ધમાં ઈરાન માટે અપૂર્ણીય ક્ષતિ સમાન છે.

ઈરાનનો વળતો પ્રહાર: તેલ અવીવ પર મિસાઈલ વર્ષા

લારીજાનીના મોતનો બદલો લેવા માટે ઈરાને ઇઝરાયલની રાજધાની તેલ અવીવ પર જોરદાર હુમલો કર્યો છે. ઈરાને આ હુમલામાં એવી મિસાઈલોનો ઉપયોગ કર્યો છે જેમાં ક્લસ્ટર વોરહેડ લાગેલા હતા. આ હુમલા બાદ વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે અને યુદ્ધ વધુ ગંભીર વળાંક લે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો