Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : The most dangerous Ebola virus has raised its head again! 65 people have died in Congo

સૌથી ખતરનાક ઈબોલા વાયરસે ફરીથી માથું ઊંચક્યું! કોંગોમાં 65 લોકોના મોત, માત્ર શ્વાસથી પણ ફેલાય છે આ રોગ

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સૌથી ખતરનાક ઈબોલા વાયરસે ફરીથી માથું ઊંચક્યું! કોંગોમાં 65 લોકોના મોત, માત્ર શ્વાસથી પણ ફેલાય છે આ રોગ
સોર્સ : GSTV

કોંગોમાં ઇબોલા વાયરસથી ઓછામાં ઓછાં 65 મૃત્યુ નોંધાયાં છે અને સેંકડો લોકો તેથી સંક્રમિત છે. આ પૂર્વે 2018થી 2020 સુધીમાં આ વાયરસના પ્રકોપથી કોંગોમાં 32 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 

App Store

માત્ર શ્વાસથી પણ ફેલાતા, આ ભયંકર રોગે ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)માં 65નાં તો મૃત્યુ નોંધાયા જ છે. પરંતુ 100થી વધુ સંદિગ્ધોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હજી સુધીમાં ઈબોલા સંક્રમિત તેના 246 કેસો જાણવા મળ્યાં છે. ટેસ્ટ કરાયેલા 20 લોકો પૈકી, 13 લોકો તો ઈબોલા સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

આ વાયરસથી કોંગોમાં તો 2018થી 2020 દરમિયાન 3 હજારથી વધુનાં મોત થયાં હતાં. જ્યારે દુનિયામાં પણ ઇબોલાથી 2 હજારથી વધુનાં મોત નોંધાયાં છે. 

ઉલ્લેખનીય છે કે ઇબોલા સૌથી ખતરનાક વાયરસ માનવામાં આવે છે. આ વાયરસથી સંક્રમિત લોકો પૈકી 90 ટકા મૃત્યુ પામે છે. આ રોગમાં ડાયેરિયા અને લોહી પડવા લાગે છે.

રિપોર્ટ પ્રમાણે આ વાયરસ માત્ર 3 દિવસમાં જીવ લઈ શકે છે. આ રોગના રોગીને સ્પર્શવાથી કે તેની આજુબાજુમાં રહેવાથી પણ આ ચેપ લાગે છે. તે શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે. તેથી તે સૌથી વધુ ખતરનાક છે. તે છીંકથી તથા ખાંસીથી પણ ફેલાય છે. આ વાયરસ પશુઓમાં પણ ફેલાય છે. તેનાથી સંક્રમિત જીવને ખાવાથી પણ ફેલાય છે. તેનાં જંતુ કોઈ પણ ઘા વાગે તો તે દ્વારા પણ શરીરમાં ઘૂસી જાય છે. તે ઓર્થો બોલા વાયરસ જૂથના વાયરસ છે, તેથી થાક લાગે છે. તાવ ચઢે છે, માથાનો દુઃખાવો શરૂ થઈ જાય છે. સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો ત્રણ જ દિવસમાં દર્દીનું મૃત્યુ થાય છે.