થાઈલેન્ડની કોર્ટે PM શ્રેથા થાવિસિનની કરી હકાલપટ્ટી, આપ્યું આ કારણ
થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. થાઈલેન્ડની બંધારણીય અદાલતે બ

થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. થાઈલેન્ડની બંધારણીય અદાલતે બુધવારે વડાપ્રધાન પદેથી હટાવવાનો આદેશ આપ્યો હતો. શ્રેથા થાવિસિનને ગુનામાં દોષિત સાબિત થયેલા મંત્રીની નિમણૂંક કરવા બદલ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
રિયલ એસ્ટેટ ટાયકૂન શ્રેથા છેલ્લા 16 વર્ષમાં ચોથા થાઈ વડાપ્રધાન છે જેમણે કોર્ટના નિર્ણયને કારણે પોતાનું પદ ગુમાવ્યું છે. કોર્ટના નિર્ણય બાદ પીએમની હકાલપટ્ટીથી દેશમાં રાજકીય ઉથલપાથલ વધવાની અને સત્તાધારી ગઠબંધનમાં ફેરબદલની શક્યતા વધી ગઈ છે. થાઈલેન્ડના વર્તમાન નાયબ વડા પ્રધાન ફુમથમ વેચાચાઈ કાર્યકારી વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળે તેવી અપેક્ષા છે.
જણાવી દઈએ કે, બેંગકોકની બંધારણીય અદાલતે બુધવારે ચુકાદો આપ્યો હતો કે, શ્રેથાના સંબંધી અને રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે નિયુક્ત વ્યક્તિ જેલની સજા ભોગવી ચૂક્યો હતો અને વ્યવસાયે વકિલ પણ હતો. કોર્ટે આ કેસને નૈતિકતાના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
બેંગકોકની કોર્ટના 9 ન્યાયાધીશોમાંથી, 5 જજોએ શ્રેથા અને તેના મંત્રીમંડળને બરતરફ કરવા માટે મત આપ્યો હતો. કોર્ટે કહ્યું કે પીએમ પોતે જાણતા હોવા છતાં આવી વ્યક્તિની કેબિનેટમાં નિયુક્તી કરી. જે ગંભીર રૂપથી નૈતિક અખંડતાનો અભાવ છે.






