મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં આતંકી થયા સક્રિય, વિદેશીઓના અપહરણનું ષડયંત્ર

પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી રહ્યું છે અને તેને જોવા માટે મોટી

Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં આતંકી થયા સક્રિય, વિદેશીઓના અપહરણનું ષડયંત્ર

પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી રહ્યું છે અને તેને જોવા માટે મોટી સંખ્યામાં વિદેશી પાકિસ્તાન પહોંચ્યા છે પરંતુ વિદેશીઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પાકિસ્તાનની જાસુસી એજન્સી પાકિસ્તાન જાસુસી બ્યુરો (PIB)એ એલર્ટ જાહેર કરતા કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત (ISKP)એ કથિત રીતે પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા આવેલા વિદેશીઓને ટાર્ગેટ કરવાનો પ્લાન બનાવ્યો છે.

PIBએ જણાવ્યું કે આતંકી ગ્રુપ કથિત રીકે ખંડણી માટે વિદેશીઓના અપહરણનું ષડયંત્ર રચી રહ્યું છે. ISKP ખાસ કરીને ચીન અને અરબ દેશોના નાગરિકોને નિશાન બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જોવા આવેલા વિદેશીઓની સુરક્ષાને લઇને ચિંતા ઉભી થઇ છે.

પાકિસ્તાની આતંકી કરી રહ્યાં છે અપહરણનું પ્લાનિંગ

આતંકી ગ્રુપ ISKP શહેરના અને તેની બહારના વિસ્તારમાં ભાડા પર ઘર લેવાનું પ્લાનિંગ કરી રહ્યું છે જ્યાં CCTV કેમેરા લાગેલા નથી અને ત્યાં માત્ર રિક્ષા અને મોટર સાઇકલથી જ જઇ શકાય છે, તેમની રણનીતિમાં વિદેશીઓના અપહરણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. આતંકી પોર્ટ, એરપોર્ટ,ઓફિસ અને હોટલમાંથી વિદેશી નાગરિકો ખાસ કરીને ચીન અને અરબના લોકોને નિશાન બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે.

પાકિસ્તાનની ચેતવણી વચ્ચે અફઘાનિસ્તાનના જનરલ ડાયરેક્ટર ઓફ ઇન્ટેલિજન્સ (GDI)એ પણ ચેતવણી જાહેર કરી છે કે ISKP અફઘાનિસ્તાનમાં જાહેર સ્થળો પર હુમલો કરી શકે છે. અફઘાન એજન્સીએ સાર્વજનિક ક્ષેત્રમાં સાવચેતી રાખવાના આદેશ આપ્યા છે.

વિદેશીઓ પર આતંકી હુમલાને લઇને બદનામ છે પાકિસ્તાન

સુરક્ષાના જાણકારોનું કહેવું છે કે નવો ખતરો પાકિસ્તાનના આતંકવાદને હાઇલાઇટ કરે છે તથા જાસુસી એજન્સીઓની ચેતવણીને નજરઅંદાજ કરવાને તેનો ઇતિહાસ પણ દર્શાવે છે.

પાકિસ્તાનના ઇતિહાસમાં મોટા હુમલા થતા રહ્યાં છે જેમાં માર્ચ 2024માં શાંગલામાં ચીની એન્જિનિયરો પર હુમલો અને 2009માં લાહોરમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર ઘાત લગાવીને હુમલો સામેલ છે. બન્ને ઘટનાઓએ સુરક્ષામાં ખામીને ઉજાગર કરી છે અને વિદેશી નાગરિકોની સુરક્ષા કરવાની પાકિસ્તાનની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે.


Champions Trophy, Pakistan, Terrorist Active

Terrorists become active in Pakistan, conspiracy to kidnap foreign nationals

આ સમાચાર શેર કરો