UNમાં પાકિસ્તાનની એન્ટ્રી, આતંક પ્રભાવિત દેશ હવે દુનિયાને આપશે શાંતિનો સંદેશ!
પાકિસ્તાને 1 જાન્યુઆરી 2025થી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અ

પાકિસ્તાને 1 જાન્યુઆરી 2025થી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્ય તરીકે તેનો બે વર્ષનો કાર્યકાળ શરૂ કર્યો છે. પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે કહ્યું કે તેમની ટીમ "સક્રિય અને રચનાત્મક" રીતે વિશ્વ સામેના મહત્ત્વના પડકારોનો સામનો કરવામાં ભૂમિકા ભજવશે. મુનીર અકરમે પાકિસ્તાનની સરકારી સમાચાર એજન્સી APP સાથે વાત કરતા કહ્યું, "દુનિયા સુરક્ષા પરિષદમાં અમારી હાજરી અનુભવશે."
આ પણ વાંચોઃ મનમોહન સિંહનું સ્મારક બનાવવાની પ્રક્રિયાનો પ્રારંભ, મોદી સરકારે પરિવારને આપ્યા આ વિકલ્પ
સુરક્ષા પરિષદમાં આઠમી વખત સભ્ય બન્યું પાકિસ્તાન
પાકિસ્તાન 2025-26ના કાર્યકાળ માટે સુરક્ષા પરિષદના 15 સભ્યોના ટેબલ પર પોતાનું સ્થાન બનાવશે. આ આઠમી વખત છે જ્યારે પાકિસ્તાનને આ મહત્ત્વપૂર્ણ સંસ્થામાં સ્થાન મળ્યું છે.અગાઉ 2012-13, 2003-04, 1993-94, 1983-84, 1976-77, 1968-69 અને 1952-53માં પાકિસ્તાને UNSCનું અસ્થાયી સભ્યપદ રમ્યું હતું.
જૂન-2024માં પાકિસ્તાનને ભારે મત સાથે આ પદ માટે નિમણૂક થઈ હતી. યુએન મહાસભાના 193 સભ્યોમાંથી 183 મત પાકિસ્તાનને મળ્યા હતા. પાકિસ્તાનના રાજદૂતે આ મહત્ત્વની તક મુદ્દે જણાવ્યું હતું કે, અમને એવા સમયે સ્થાન મળ્યું છે, જ્યારે વિશ્વ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, અશાંતિ, મોટા અર્થતંત્રો વચ્ચે હરીફાઈ, યુરોપ, મધ્યપૂર્વ અને આફ્રિકા જેવા ક્ષેત્રોમાં યુદ્ધની સ્થિતિ સહિતના પડકારોનો સામનો કરી રહ્યું છે. વસ્તીની દ્રષ્ટિએ પાંચમા સ્થાને પાકિસ્તાન આ વિવાદો, પડકારો ઉકેલવા પ્રયાસો કરશે. તેમજ આતંકવાદ જેવી સમસ્યાઓના સમાધાન માટે સક્રિય અને રચનાત્મક ભૂમિકા ભજવશે.
જાપાનના સ્થાને પાકિસ્તાન
પાકિસ્તાન એશિયન દેશોની બેઠકમાં જાપાનનું સ્થાન લીધું છે. જાપાનનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂર્ણ થયો છે. પાકિસ્તાનની સાથે ડેનમાર્ક, ગ્રીસ, પનામા, અને સોમાલિયા પણ જૂન, 2024ની મહાસભા ચૂંટણીમાં અસ્થાયી સભ્યો તરીકે ચૂંટાયા હતા. આ કાઉન્સિલમાં પાંચ સ્થાયી સભ્યો અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, અને ફ્રાન્સ સામેલ છે.








