Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Tensions over fuel increase, Ukraine launches major attack on Russia's largest oil refinery

ઈંધણને લઈને ટેન્શન વધ્યું, યુક્રેને રશિયાની વિશાળ ઓઇલ રિફાઇનરી પર કર્યો મોટો હુમલો

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
ઈંધણને લઈને ટેન્શન વધ્યું, યુક્રેને રશિયાની વિશાળ ઓઇલ રિફાઇનરી પર કર્યો મોટો હુમલો
સોર્સ : GSTV

હોર્મુઝ સંકટ (Hormuz Crisis) ના કારણે સમગ્ર દુનિયા અત્યારે પહેલેથી જ તેલની અછતનો સામનો કરી રહી છે. આ દરમિયાન વૈશ્વિક સ્તરે બે મોટી ઘટનાઓ સામે આવી છે, જેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. એકતરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયાના ક્રૂડ ઓઇલ પર આપેલી કામચલાઉ છૂટ (Waiver) લંબાવવાનો ઇનકાર કરી દીધો છે, તો બીજીતરફ યુક્રેને રશિયાના તેલ ડેપો પર મોટો ડ્રોન હુમલો કરીને સ્થિતિ વધુ વણસાવી દીધી છે.

App Store

અમેરિકાના આકરા નિર્ણયથી કેમ વધશે ટેન્શન?

ટ્રમ્પ પ્રશાસને માર્ચ અને એપ્રિલ મહિનામાં બે વાર રશિયન તેલ પર કામચલાઉ છૂટછાટો આપી હતી, પરંતુ તે માત્ર એવા ટેન્કરો પૂરતી જ સીમિત હતી જેમાં રશિયન તેલ પહેલેથી જ લોડ થઈ ચૂક્યું હતું. ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય ખોરવાયેલો હોવાથી ભારત અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ આ છૂટ ચાલુ રાખવા વિનંતી કરી હતી.

યુરોપિયન દેશોનો દબદબો

યુરોપિયન દેશો ઈચ્છતા હતા કે રશિયા પરના પ્રતિબંધો કડક રહે જેથી તેને યુક્રેન યુદ્ધ માટે ફંડિંગ ન મળે. અંતે, અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આ છૂટને આગળ ન વધારીને તેને સત્તાવાર રીતે ખતમ થવા દીધી છે. આનાથી રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર દબાણ વધશે.

રશિયાના રિયાઝાનમાં યુક્રેનનો ઘાતક ડ્રોન હુમલો

અમેરિકાના આ આર્થિક ફટકા વચ્ચે રશિયાના રિયાઝાન (Ryazan) શહેરમાંથી રશિયા માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. યુક્રેને રશિયાની એક વિશાળ ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ ડ્રોન હુમલા કર્યા છે. રિયાઝાન ક્ષેત્રના ગવર્નર પાવેલ મલ્કોવના જણાવ્યા અનુસાર, આ ડ્રોન હુમલામાં કમસેકમ ચાર લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

રોસનેફ્ટ રિફાઇનરીમાં ભીષણ આગ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રશિયાની સરકારી કંપની રોસનેફ્ટ (Rosneft)ની રિયાઝાન રિફાઇનરીમાં ભીષણ આગ અને આકાશમાં કાળો ધુમાડો સ્પષ્ટ જોઈ શકાય છે.

NASA સેટેલાઇટમાં કેદ થયો નજારો

આ રિફાઇનરી દર વર્ષે આશરે 1.7 કરોડ ટન ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરે છે. નાસા (NASA) ની સેટેલાઇટ તસવીરોમાં આ આગનો ધુમાડો ૧૦૦ કિલોમીટર દૂર સુધી ફેલાયેલો જોવા મળ્યો છે.

તેલના ભાવ આસમાને પહોંચવાની આશંકા

એકતરફ હોર્મુઝ સંકટના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન પ્રભાવિત છે, બીજી તરફ અમેરિકાના કડક પ્રતિબંધો અને રશિયાની મોટી રિફાઇનરી પરનો આ હુમલો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. ભારત જેવા ઉર્જા નિર્ભર દેશો માટે આગામી સમય ભારે આર્થિક પડકારરૂપ સાબિત થઈ શકે છે.