Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Putin's big hint: 'Ukraine war now in final stage', Russia ready for peace deal

પુતિનનો મોટો સંકેત: 'યુક્રેન યુદ્ધ હવે અંતિમ તબક્કામાં', શાંતિ કરાર માટે રશિયા તૈયાર

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
પુતિનનો મોટો સંકેત: 'યુક્રેન યુદ્ધ હવે અંતિમ તબક્કામાં', શાંતિ કરાર માટે રશિયા તૈયાર
સોર્સ : gstv

Vladimir Putin Hints Ukraine War Ending:  રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને એક મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે યુક્રેન સાથેનું યુદ્ધ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. રશિયાની વિક્ટરી ડે પરેડ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા પુતિને આ સંકેત આપ્યો હતો. જોકે, આ નિવેદનના થોડા કલાકો પહેલા જ તેમણે યુક્રેનને હરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

App Store

મધ્યસ્થી માટે જર્મનીના પૂર્વ સલાહકારને ગણાવ્યા મનપસંદ 

પુતિને કહ્યું, 'મને લાગે છે કે આ મામલો હવે અંત તરફ આવી રહ્યો છે.' બીજા વિશ્વયુદ્ધ પછીના યુરોપના આ સૌથી ભયાનક સંઘર્ષને રોકવા માટે તેમણે નવી સુરક્ષા વ્યવસ્થાઓ પર ચર્ચા કરવાની તૈયારી બતાવી છે. નોંધનીય છે કે આ વાટાઘાટો માટે તેમણે જર્મનીના પૂર્વ ચાન્સેલર ગેરહાર્ડ શ્રોડરને પોતાના મનપસંદ વાર્તાકાર ગણાવ્યા છે.

પશ્ચિમી દેશો રશિયાના પતનની રાહ જોઈ રહ્યા હતા: પુતિન 

પુતિને પશ્ચિમી દેશોની ટીકા કરતા કહ્યું કે, તેઓએ રશિયા સાથે સંઘર્ષ વધારવાનું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું, "તેઓ મહિનાઓ સુધી રશિયાની કારમી હાર અને રશિયન રાજ્યના પતનની રાહ જોતા રહ્યા, પરંતુ તેમનું આયોજન સફળ થયું નહીં. હવે તેઓ એવી સ્થિતિમાં ફસાયા છે કે જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ છે."

શાંતિ કરારની શરતો નક્કી થઈ જાય તો હું ઝેલેન્સ્કી સાથે મુલાકાત માટે તૈયાર: પુતિન 

યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત અંગે પુતિને સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈ ત્રીજા દેશમાં મળવા તૈયાર છે, પરંતુ તે પહેલા શાંતિ કરારની તમામ શરતો નક્કી થઈ જવી જોઈએ. તેમણે કહ્યું કે આ મુલાકાત વાટાઘાટોની શરૂઆત નહીં પણ તેનો અંતિમ પડાવ હોવી જોઈએ.

હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે 3 દિવસનો યુદ્ધવિરામ 

રશિયા, યુક્રેન અને ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારથી ત્રણ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, પરંતુ પ્રથમ દિવસે જ બંને પક્ષોએ એકબીજા પર ઉલ્લંઘનના આરોપો લગાવ્યા છે. આ યુદ્ધવિરામ દરમિયાન 1,000 કેદીઓની અદલાબદલી કરવાની પણ યોજના છે. જોકે, ક્રેમલિને સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધવિરામને લંબાવવાની અત્યારે કોઈ યોજના નથી.