મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે અનામતનો નિર્ણય પરત ખેચ્યો, અઠવાડિયાથી ચાલતું હતું હિંસક પ્રદર્શન 

અનામતની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશની સ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે નોકરીમાં અનામતનો નિર્ણય

બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે અનામતનો નિર્ણય પરત ખેચ્યો, અઠવાડિયાથી ચાલતું હતું હિંસક પ્રદર્શન 

અનામતની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશની સ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે નોકરીમાં અનામતનો નિર્ણય પરત લઇ લીધો છે. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું કે અનામતને કારણે દેશભરમાં અશાંતિ ફેલાઇ ગઇ હતી અને કેટલાક લોકોનો જીવ ગયો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં 93% સરકારી નોકરીઓને યોગ્યતાના આધાર પર ફાળવવાનો આદેશ આપ્યો હતો, જ્યારે 7% 1971માં બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામમાં લડનારા સેનાનીઓના પરિવાર માટે છોડી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી આવા લોકો માટે 30 % નોકરીઓ અનામત હતી.

અઠવાડિયાથી ચાલતા હિંસક પ્રદર્શન બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય

અનામતને લઇને બાંગ્લાદેશમાં અઠવાડિયાથી હિંસક પ્રદર્શન ચાલી રહ્યું હતું જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ન્યૂઝ એજન્સી અનુસાર, સરકારે તમામ કાર્યાલય અને સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. દેશમાં કરર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. સરકારે પોલીસે ઉપદ્રવિઓને જોતા ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 133 લોકોના મોત થઇ ચુક્યા છે. 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હવે રવિવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નીચલી કોર્ટના ચુકાદાને બદલી નાખ્યો હતો. કોર્ટે 93% સરકારી નોકરી યોગ્યતાના આધાર પર આપવા કહ્યું છે.

વિવાદનું કારણ શું હતું?

બાંગ્લાદેશમાં પ્રદર્શન અને હિંસાને કારણે સરકારી નોકરીમાં અનામતને લઇને હતી. આઝાદી બાદ 1972થી સ્વતંત્રતા સેનાનીઓના વંશજોને સરકારી નોકરીમાં 30 ટકા અનામત આપવામાં આવે છે. એક જૂથ ઇચ્છે છે કે આ અનામત ચાલુ રહે જ્યારે બીજો જૂથ તેને ખતમ કરવા માંગે છે. શેખ હસીના સરકારે 2018માં વિરોધ પ્રદર્શન બાદ આ અનામત વ્યવસ્થાને ખતમ કરી નાખી હતી.

આ સમાચાર શેર કરો