મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અચાનક સ્કૂલના પ્લે ગ્રાઉન્ડમાં ક્રેશ થયું પ્લેન, બાળકોએ મચાવી બૂમાબૂમ

ઓસ્ટ્રેલિયામાં એક ભયાનક પ્લેન અકસ્માત થયો છે. જોકે મોટી દુર્ઘટના ટળી છે. મેરી

અચાનક સ્કૂલના પ્લે ગ્રાઉન્ડમાં ક્રેશ થયું પ્લેન, બાળકોએ મચાવી બૂમાબૂમ

ઓસ્ટ્રેલિયામાં એક ભયાનક પ્લેન અકસ્માત થયો છે. જોકે મોટી દુર્ઘટના ટળી છે. મેરી ઈમેક્યુલેટ કેથોલિક સ્કૂલ પાસેના પ્લેગ્રાઉન્ડમાં પ્લેન ક્રેશ થઈને પડ્યું હતું. જ્યાં રમી રહેલા બાળકો અને વાલીઓએ ચીસો પાડી હતી.  ઉડાન ભર્યાની માત્ર 5 મિનિટમાં જ પ્લેન આકાશમાંથી નીચે પડ્યું હતું. આ પ્લેનમાં સવાર પાયલોટ અને એક 34 વર્ષીય મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. પાયલોટે જણાવ્યું હતું કે, અચાનક એન્જિનમાં ખામી સર્જાતા તેઓ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવી રહ્યા હતા પરંતુ તે અચાનક જમીન પર પછડાયું હતું. ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી.

પ્લેન પડતાની સાથે જ લોકો ચીસો પાડવા લાગ્યા હતા

આ અકસ્માતની ઘટના ઓસ્ટ્રેલિયાના ગ્રેટર વેસ્ટર્ન સિડની વિસ્તારમાં આવેલી મેરી ઈમેક્યુલેટ કેથોલિક પ્રાઈમરી સ્કૂલ પાસેના બોસલી પાર્કમાં પ્લેન પડ્યું હતું. ધડાકા સાથે પ્લેન ગાર્ડનાં પછડાતાં ત્યાં હાજર લોકો ચોંકી ગયા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગુરુવારે બપોરે ગ્રેટર વેસ્ટર્ન સિડનીમાં જોવા મળેલા ભયાનક દ્રશ્યથી આ વિસ્તારમાં ભય ફેલાયો હતો. આ ચોંકાવનારી ઘટના લગભગ 2:25 વાગ્યે બની હતી, જ્યારે પાઇપર PA-28 એરક્રાફ્ટ બેન્કટાઉન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ બોસ્લેની પ્રાથમિક શાળાના અંડાકાર રમતના મેદાનમાં ક્રેશ થયું. વિમાન માંડ 5 મિનિટ સુધી હવામાં ઉડ્યું અને એન્જિનમાં ખામી સર્જાઈ હતી. સદનસીબે વિમાનમાં આગ લાગી નહોતી નહીં તો અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોત. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાયલોટને કહેતા સાંભળી શકાય છે, મેડે મેડે મેડે, આ ટીવીપી છે, મારું એન્જિન ફેલ થઈ ગયું છે. હું પ્રોસ્પેક્ટની બરાબર બાજુમાં છું, પ્રોસ્પેક્ટની દક્ષિણે…અમને જમીન પર જવાની ફરજ પાડવામાં આવશે. સદનસીબે, બાળકો મેદાનમાં બાસ્કેટબોલ રમતા ન હતા. પ્લેન જ્યાં પડ્યું ત્યાં આજુબાજુમાં કોઈ નહોતું. 

આ સમાચાર શેર કરો