Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Strange news: Handbag auctioned for Rs 86 crore in just 10 minutes, know the details

Strange news: માત્ર 10 મિનિટમાં 86 કરોડ રૂપિયામાં હેંડ બેગની હરાજી થઈ, જાણો વિગત

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Strange news: માત્ર 10 મિનિટમાં 86 કરોડ રૂપિયામાં હેંડ બેગની હરાજી થઈ, જાણો વિગત
સોર્સ : gstv

Strange news: હરાજીમાં ઘણીવાર જાણીતી વસ્તુઓની બોલી થતી હોય છે. દાગીના, હીરા અથવા કોઈ એન્ટિક વસ્તુઓનું પરંતુ ફ્રાંસ દેશમાં ચામડાની હેંડ બેગની હરાજી યોજવામાં આવી અને આની હરાજી માત્ર 10 મિનિટમાં થઈ ગઈ. પરંતુ હરાજીની રકમ અધધ... પૂરા 86 કરોડ રૂપિયામાં આ હેંડબેગ વેચાઈ ગઈ. ફ્રાંસની લક્ઝરી લેબલ હર્મીસે હેંડબેગની હરાજી યોજી હતી. આ અત્યાર સુધીની હરાજી થયેલી સૌથી મોંઘી હેંડબેગ બની ગઈ હતી. 

App Store

તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી હેન્ડબેગ આટલી મોંઘી કિંમતે વેચાઈ શકે છે. હા, 10 જુલાઈના રોજ, હરાજી માટે મૂકવામાં આવેલી પહેલી બિર્કિન બેગ 8.6 મિલિયન યુરો (લગભગ 86.31 કરોડ રૂપિયા)માં વેચાઈ હતી. આમાં તમામ પ્રકારની ફીનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે બિર્કિન બેગની હરાજી માટે આયોજિત હરાજી માત્ર 10 મિનિટમાં જ પૂર્ણ થઈ ગઈ.

આ હરાજીમાં કુલ 9 ખરીદદારોએ ભાગ લીધો હતો. બિર્કિન બેગ ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ હર્મેસ દ્વારા બનાવવામાં આવી છે. ફ્રેન્ચ લક્ઝરી લેબલ હર્મેસની આઇકોનિક હેન્ડબેગ સોથેબીની હરાજીમાં પેરિસ ફેશન આઇકોન્સના વેચાણના ભાગ રૂપે હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં વેચાયેલી અત્યાર સુધીની સૌથી મોંઘી હેન્ડબેગ છે. હર્મેસે આ બેગ સ્વર્ગસ્થ અભિનેત્રી, ગાયિકા અને ફેશન આઇકોન જેન બિર્કિનના નામે બનાવી હતી.

રૂપિયા 86 કરોડ રૂપિયાની કિંમતની હેન્ડબેગ કોણે ખરીદી?

જાપાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ, લક્ઝરી વસ્તુઓનું ફરીથી વેચાણ કરતી 'વેલ્યુઅન્સ જાપાન' એ આ બેગ માટે સૌથી વધુ બોલી લગાવી અને તેને આશરે 86 કરોડ રૂપિયામાં ખરીદી. તમને જણાવી દઈએ કે ટોક્યોની 'વેલ્યુઅન્સ જાપાન' લક્ઝરી વસ્તુઓનું વિક્રેતા છે. વેલ્યુઅન્સ જાપાન વેલ્યુઅન્સ હોલ્ડિંગ્સ ઈન્ક.ની એક મુખ્ય પેટાકંપની છે, જે મુખ્યત્વે પુનઃઉપયોગ વ્યવસાયમાં સામેલ છે. જોકે, સોથેબી દ્વારા આ બેગ ખરીદનારની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આ સંદર્ભમાં, સોથેબીએ ફક્ત એટલું જ કહ્યું કે હર્મેસ બેગ જાપાનના એક અજાણ્યા "ખાનગી કલેક્ટર" દ્વારા મળી હતી. સોથેબીના જણાવ્યા અનુસાર, જાપાની ખરીદદારે ફોન પર આ બેગ માટે બોલી લગાવી હતી.  

 બિર્કિન બેગ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય  બની

ઓજી બિર્કિન બેગ ૮૬ કરોડ રૂપિયાની જંગી કિંમતે વેચાયા બાદ, સોશિયલ મીડિયા પર પણ આ બેગ વિશે ઘણી ચર્ચા થઈ છે. કહેવાય છે કે, બિર્કિન બેગ ખરીદનાર જાપાની પાસે ૮૦થી વધુ બેગ છે, જેમાંથી ૩૦ દુર્લભ ચામડાની બનેલી છે.