Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Shahbaz Sharif claims: Historic agreement between US and Iran is now just a matter of hours

VIDEO : શાહબાઝ શરીફનો દાવો: અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી હવે માત્ર કલાકોની વાત

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ભયંકર સૈન્ય સંઘર્ષ અને તણાવનો આખરે અંત આવી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે અમેરિકા અને ઈરાન એક ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત થઈ ગયા છે. શરીફના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકની અંદર આ શાંતિ કરાર પર બંને દેશો દ્વારા ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો આ ડીલ સત્તાવાર રીતે ફાઇનલ થઈ જશે, તો ફેબ્રુઆરી મહિનામાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ વૈશ્વિક સ્તરે સૌથી મોટી રાજદ્વારી સફળતા સાબિત થશે. વિશ્વના ઉર્જા વ્યાપારની લાઈફલાઈન ગણાતી હોર્મુઝની ખાડીનો રસ્તો ફરીથી ખૂલી જશે. જેનાથી આંતરરાષ્ટ્રીય શિપિંગ અને ઓઇલ માર્કેટ પર મંડરાઈ રહેલું મહાયુદ્ધનું સંકટ ઘણું હળવું થઈ જશે.

App Store
ટોપિક્સ:gstvgstv newsmiddle eastwar