Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Scientists are worried as 21 percent of the ocean turns black, posing a threat to marine life

દરિયાનો 21 ટકા હિસ્સો કાળો પડતાં વિજ્ઞાનીઓ ચિંતાતુર,સમુદ્રની જીવસૃષ્ટિ પર જોખમ

Timeછેલ્લું અપડેટ : 30 May 2025
લાઇવ ટીવીGoogle News
દરિયાનો 21 ટકા હિસ્સો કાળો પડતાં વિજ્ઞાનીઓ ચિંતાતુર,સમુદ્રની જીવસૃષ્ટિ પર જોખમ

પૃથ્વીના 71 ટકા હિસ્સામાં સમુદ્ર ફેલાયેલો છે અને માત્ર 29 ટકા હિસ્સો જમીનનો બનેલો છે. હવે પૃથ્વીના 71 ટકા હિસ્સામાં ફેલાયેલાં સમુદ્રનો રંગ છેલ્લા બે દશકામાં 21 ટકા કાળો પડી ગયો હોવાનું જાણી વિજ્ઞાનીઓ ચિંતામાં પડ્યા છે. સમુદ્ર કાળો પડવાને કારણે તેના તાપમાનમાં ફેરફાર થતાં તેને કારણે જમીનનું હવામાન પણ ખોરવાઈ શકે છે. સમુદ્રના ઉપરના સ્તરમાં થતાં પરિવર્તનને કારણે સૂર્યનો પ્રકાશ ઉંડે સુધી ન પહોંચવાને કારણે સમુદ્ર કાળો પડવાની પ્રક્રિયા શરૂ થાય છે. 

App Store

અમેરિકાની પ્લેમાઉથ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કરેલાં સંશોધન અનુસાર છેલ્લા બે દાયકામાં દુનિયાના મહાસાગરોનો 21 ટકા હિસ્સો કાળો પડી ગયો છે. સમુદ્રના ઉપરના સ્તર જેને ફોટિક ઝોન કહેવામાં આવે છે ત્યાં સૂર્ય પ્રકાશ ઓછો થઈ ગયો છે. વીસ વર્ષના સેટેલાઈટ ડેટાનું વિશ્લેષણ કરી આ માહિતી મેળવવામાં આવી છે. 

ફોટિક ઝોન સંકોચાવાથી સમુદ્રના જીવ વૈવિધ્ય પર જોખમ સર્જાય છે. તેને કારણે જલવાયુને નિયંત્રિત કરવાની અને ઓક્સિજનનું ઉત્પાદન કરવાની મહાસાગરોની ક્ષમતા પણ નબળી પડે છે. જેને કારણે હવામાન પર તેની વિપરીત અસર થઈ શકે છે. સમુદ્ર કાળો પડવાથી પાણીની પારદર્શિતા ઓછી થઈ જાય છે. જેને કારણે સૂર્યપ્રકાશની સમુદ્રમાં પ્રવેશવાની સીમા સિમિત થઈ જાય છે. સમુદ્રના પ્રકાશક્ષેત્રમાં પ્રકાશ સંશ્લેષણ થવાથી ફૂડ ચેઇનની શરૂઆત થાય છે. હવે આ પ્રકાશક્ષેત્ર સંકોચાઈ રહ્યું છે. 

સમુદ્ર કાળો પડવાના અનેક કારણો છે. જેમાં સમુદ્ર ગરમ થવાથી શેવાળોનો વધારે પડતો વિકાસ થવો, સમુદ્રના તળિયા અને સપાટી પરના તાપમાનમાં ફેરફાર અને સમુદ્રમાં વધારે કચરો જમા થવાનો સમાવેશ થાય છે. ગ્લોબલ ચેન્જ બાયોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં જણાયું છે કે મહાસાગરનો નવ ટકાથી વધારે હિસ્સો એટલે કે આફ્રિકા ખંડ જેટલો હિસ્સો કાળો પડી ગયો છે. આ વિસ્તારના પ્રકાશક્ષેત્રમાં 50 મીટરનો ઘટાડો થયો હોવાનું જણાયું છે. 

પ્લેમાઉથ યુનિવર્સિટીના સમુદ્ર સંરક્ષણ વિષયના એસોસિએટ પ્રોફેસર ડો. થોમસ ડેવિસે જણાવ્યું હતું કે અમારા અભ્યાસમાં સમુદ્રની સપાટી કાળી પડી રહી હોવાનું જણાયું છે જે પુરાવો છે કે આવા પરિવર્તનને કારણે સમુદ્રમાં મોટાપાયે અંધકાર છવાય છે. જે સમુદ્રજીવો તેમના અસ્તિત્વ અને પ્રજનન માટે સૂર્ય અને ચન્દ્ર પર નિર્ભર છે તેમની હાલત આ ફેરફારને કારણે કફોડી થઈ છે. 

ટોપિક્સ:sea shoremarine lifeblack seagstv