કેન્યામાં સ્કૂલની હૉસ્ટેલમાં અગ્નિકાંડ, 17 બાળકોના મોત
કેન્યામાં બોર્ડિંગ સ્કૂલમાં ભીષણ આગ લાગતા 17 બાળકોના મોત થયા છે જ્યારે 13 બાળક ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. જોકે, આગ

કેન્યામાં બોર્ડિંગ સ્કૂલમાં ભીષણ આગ લાગતા 17 બાળકોના મોત થયા છે જ્યારે 13 બાળક ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
ન્યેરી સ્થિત એન્ડરાસા એકેડમી હોસ્ટેલમાં 14 વર્ષ સુધીના બાળકોને રાખવામાં આવે છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આ હોસ્ટેલમાં 150 વિદ્યાર્થી રહેતા હતા. અહીં મોટાભાગના મકાન લાકડાના બનેલા છે. જેના કારણે આગ ઝડપથી ફેલાઇ ગઇ હતી. રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ઘટનાને ભયાનક ગણાવી છે. તેમણે કહ્યું કે, આ ઘટના માટે જવાબદાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.
2021માં આગમાં 58 વિદ્યાર્થીઓ મોત થયા હતા
તાજેતરના વર્ષોમાં કેન્યામાં શાળાઓમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે. સપ્ટેમ્બર 2017માં શાળામાં આગ લાગવાથી નવ વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટના નૈરોબીમાં બની હતી. જ્યારે 2021માં હોસ્ટેલમાં લાગેલી આગમાં 58 વિદ્યાર્થીઓ મોત થયા હતા. જ્યારે 2012માં લાગેલી આગમાં આઠ વિદ્યાર્થીઓના મોત થયા હતા.






