Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Russia's entry into the Middle East war, Putin give the offer

મધ્ય-પૂર્વના યુદ્ધમાં રશિયાની એન્ટ્રી, અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી કરાવવા પુતિનની ઓફર

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
મધ્ય-પૂર્વના યુદ્ધમાં રશિયાની એન્ટ્રી, અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી કરાવવા પુતિનની ઓફર
સોર્સ : GSTV

અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધવિરામ ટકાવી રાખવા માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ ગઈ છે, ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવાની ઓફર કરી છે. પુતિને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયાને ફોન કર્યો છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, રશિયા આખા વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં મદદ કરવા માટે તૈયાર છે. ક્રેમલિન તરફથી સત્તાવાર માહિતી અપાઈ છે કે, રશિયા અમેરિકા-ઈરાન વચ્ચેના વિવાદને વાતચીતથી ઉકેલવા અને મધ્ય-પૂર્વમાં ફરી શાંતિ સ્થાપવા ઈચ્છે છે. 

App Store

ઈસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ

અમેરિકા-ઈઝરાયેલે ઈરાન પર 28 ફેબ્રુઆરીથી હુમલાઓ શરૂ કરીને ભયાનક યુદ્ધ શરૂ કર્યું હતું, ત્યાર પછી 8મી એપ્રિલે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાને મધ્યસ્થીની જવાબદારી માથે લીધી હતી, જેમાં આ યુદ્ધવિરામને ટકાવી રાખવા માટે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ વચ્ચે શનિવાર અને રવિવારે (તા.11-12) સતત બેઠકોનો દોર ચાલ્યો હતો, જોકે હવે આ મંત્રણા નિષ્ફળ ગઈ છે, જેના કારણે ફરી યુદ્ધ શરૂ થવાના આશંકાઓ વધી ગઈ છે.

ઈરાનને અમેરિકા પર વિશ્વાસ નહીં

ઈસ્લામાબાદ બેઠક બાદ અમેરિકા પર વિશ્વાસ ન હોવાનો ઈરાને દાવો કર્યો છે. બેઠકને લઈને ઈરાન સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અનેક પોસ્ટ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે, ઈરાન સારી નિયતથી વાતચીત કરવા આવ્યું હતું, જોકે અમેરિકા ઈરાનનો વિશ્વાસ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ઈરાને સારી નિયતથી વાતચીત શરૂ કરી હતી, જોકે અગાઉ વિવાદોના કારણે અમેરિકા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. છેલ્લા બે યુદ્ધના અનુભવના કારણે અમને અમેરિકા પર ભરોસો નથી. ઈરાનના પ્રતિનિધિમંડળે બેઠકમાં રજૂ કરેલા પ્રસ્તાવ પર કોઈ ધ્યાન અપાયું નથી.

‘અમેરિકા અમારો વિશ્વાસ જીતી શકે છે કે નહીં’

ઈરાની સ્પીકરે કહ્યું છે કે, ‘અમેરિકાએ અમારા તર્ક અને સિદ્ધાંતો સમજી લીધા છે, જોકે હવે એ સમય આવ્યો છે કે, અમેરિકા અમારો વિશ્વાસ જીતી શકે છે કે નહીં. અમે અમારા દેશના અધિકારને જાળવી રાખવા માટે સૈન્ય લડતનો ઉપયોગ કરવા માંગતા નથી, પરંતુ અમે ડિપ્લોમેસીને પણ માનીએ છે. ઈરાન પોતાની નેશનલ ડિફેન્સ ક્ષમતા વધારવાનો પ્રયાસો ચાલુ રાખશે.

ઈસ્લામાબાદમાં 21 કલાક હાઈવોલ્ટેજ ડ્રામા

ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાન સાથે યુદ્ધ કર્યું હતું, ત્યાર પછી અમેરિકા-ઈરાન વચ્ચે 14 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે યુદ્ધવિરામ પછી પણ યુદ્ધ ન થાય તે માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લાબાદમાં બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ છે. શનિવારે અને રવિવારે યોજાયેલી બેઠકમાં 21 કલાક સુધી વાતચીત ચાલી હતી, જોકે હજુ સુધી કોઈપણ પરિણામ સામે આવ્યું નથી. બંને દેશો મતભેદ દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. રિપોર્ટ મુજબ બેઠકમાં ઈરાનના ન્યૂક્લિયર કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો છે.