રશિયાનો યૂક્રેન પર મોટો હુમલો, પ્રથમ વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડી
રશિયાએ યૂત્રેન પર એક ઇન્ટર કોન્ટિનેન્ટલ એટલે કે આંતરમહાદ્વીપીય મિસાઇલ (ICBM) છોડી છે. યૂક્રેને દાવો કર્યો કે યુદ્ધમા

રશિયાએ યૂત્રેન પર એક ઇન્ટર કોન્ટિનેન્ટલ એટલે કે આંતરમહાદ્વીપીય મિસાઇલ (ICBM) છોડી છે. યૂક્રેને દાવો કર્યો કે યુદ્ધમાં પ્રથમ વખત રશિયાએ ઇન્ટર કોન્ટિનેન્ટલ મિસાઇલથી હુમલો કર્યો છે.
નિપ્રો શહેરને રશિયાએ બનાવ્યું નિશાન
રશિયાએ યૂક્રેનના શહેર નિપ્રોને નિશાન બનાવ્યું છે. ક્રેનની વાયુસેનાએ ગુરૂવારે ટેલીગ્રામ પર એક નિવેદનમાં કહ્યું કે રશિયાના અસ્ત્રખાન ક્ષેત્રથી આ મિસાઇલ છોડવામાં આવી છે.
યૂક્રેનની વાયુસેનાએ આ હુમલાની પૃષ્ટી કરી છે. આ મિસાઇલ સિવાય કિંઝલ હાયપરસોનિક અને કેએચ-101 ક્રૂઝ મિસાઇલથી પણ હુમલો કરવામાં આવ્યો છે. યૂક્રેની વાયુસેનાએ આ વાતની પૃષ્ટી કરી છે કે તેમની મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ, બિલ્ડિંગને નુકસાન થયું છે.
આ પણ વાંચો: પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલામાં 17નાં મોત, આ આતંકી ગ્રુપે હુમલાની જવાબદારી લીધી
કીવમાં અમેરિકન દૂતાવાસ બંધ
રશિયા તરફથી સંભવિત હુમલાને જોતા અમેરિકા પહેલા જ સાવચેત થઇ ગયું હતું. યૂક્રેનના પાટનગર કીવમાં આવેલા અમેરિકન દૂતાવાસે કહ્યું હતું કે તેમને રશિયન હવાઇ હુમલાની સંભાવનાને લઇને મહત્ત્વપૂર્ણ ચેતવણી મળી છે જેને કારણે સાવચેતીના ભાગરૂપે દૂતાવાસને બંધ કરી દેવામાં આવ્યું છે.






