Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Really! 82-year-old Ngoc in Vietnam hasn't slept for the last 60 years, even the doctors were surprised

ખરેખર! વિયેતનામમાં 82 વર્ષીય નાગોક છેલ્લા 60 વર્ષથી નથી ઊંઘ્યો, ડૉક્ટર પણ થયા હેરાન

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ખરેખર! વિયેતનામમાં 82 વર્ષીય નાગોક છેલ્લા 60 વર્ષથી નથી ઊંઘ્યો, ડૉક્ટર પણ થયા હેરાન
સોર્સ : GSTV

કોઈપણ સામાન્ય માનવી માટે ઊંઘ આહારવિહાર અને શ્વાસ લેવા જેટલી જ જરૂરી હોવાનું કહેવાયું છે. વૈજ્ઞાનિકોએ તે સાબિત કરવા માટે કેટલાય સંશોધનો પણ કર્યા છે. ઊંઘી જવું તે માનવ જીવનનો અનિવાર્ય હિસ્સો માનવામાં આવે છે. પણ વિશ્વમાં એક એવી વ્યક્તિ પણ છે જે લગભગ 60 વર્ષથી ઊંઘી નથી. 

App Store

ડોક્ટર પણ આ વાતથી થયા હેરાન

આ વ્યક્તિનું નામ થાઈ નગોક છે. તે વિયેતનામનો છે. અહેવાલ મુજબ તે છેલ્લાં 60 વર્ષથી ઊંઘ્યો નથી. 81વર્ષના નગોકનો દાવો છે કે 1962માં આવેલા તાવના લીધે તે તાવ ઉતરી ગયા પછી તે એક પળ માટે સૂઈ શક્યા નથી. તેમનો ગાઢ ઊંઘ તો ઠીક પણ ઝોકું સુદ્ધા આવતું નથી. તેમની આ દુર્લભ બીમારીને જોઈને ડોક્ટર પણ હેરાન છે. તેના ગામના લોકો મજાકમાં ગામનો વગર પગારનો ચોકીદાર પણ કહે છે. તે સતત જાગતો હોવાના કારણે ત્યાં કોઈ ચોરી કરવા આવવાની હિંમત કરતું નથી. 

21 વર્ષની વયે આવેલા તાવ બાદ તેને ઊંઘ નથી આવી

નગોક ફક્ત 60 વર્ષ કરતાં વધારે સમયથી જાગે છે એવું નથી તે ખેતીના કામમાં મદદ પણ કરી રહ્યા છે. કોઈએ તેમને ઊંઘતા જોયા જ નથી. અહેવાલ મજબ 1942માં વિયેતનામમાં ક્વાંગ નામના પ્રાંતના એક નાના ગામમાં જન્મેલા નગોકને વિયેતનામ યુદ્ધ દરમિયાન 21 વર્ષની વયે ભારે તાવ આવ્યો અને તે માંદો પડયો. તેના પછી તેને તાવ તો ઉતરી ગયો, પરંતુ તેની ઊંઘ ક્યારેય પરત ન આવી. નગોકે જણાવ્યું હતું કે તેણે ઊંઘવા માટે કેટલાય પ્રયત્નો કર્યા, પરંતુ તે ઊંઘી ન શક્યા.