મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ટેક-ઓફ દરમિયાન ખાનગી જેટ ક્રેશ, પાયલોટ-કો-પાયલોટના મોત

ડોમિનિકન રિપબ્લિકના લા રોમાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક-ઓફ દરમિયાન એક ખાનગી જેટ વિમાન ક્રેશ થઈ ગ

ડોમિનિકન રિપબ્લિકના લા રોમાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક-ઓફ દરમિયાન એક ખાનગી જેટ વિમાન ક્રેશ થઈ ગયું હતું. ગલ્ફસ્ટ્રીમ G200 જેટ રનવે પર જ અચાનક અનિયંત્રિત થતા હવામાં બે-ત્રણ વખત ઉછળ્યું અને પછી આગના ગોળામાં ફેરવાઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનના પાયલોટ અને કો-પાયલોટ બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. સદનસીબે વિમાનમાં કોઈ મુસાફરો નહોતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી. અકસ્માત બાદ કાળો ધુમાડો આકાશમાં જોવા મળ્યો હતો. હાલ એવિએશન વિભાગ દ્વારા ટેકનિકલ ખામી અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો