હવામાં ઉડતા પેરાગ્લાઈડર સાથે અથડાયું વિમાન, હજારો ફૂટની ઊંચાઈએથી નીચે પટકાતી મહિલાનો VIDEO વાયરલ
ઓસ્ટ્રિયાના (Austria) સુંદર આલ્પ્સ પર્વતો (Alps Mountains) વિસ્તારમ


ઓસ્ટ્રિયાના (Austria) સુંદર આલ્પ્સ પર્વતો (Alps Mountains) વિસ્તારમાં એક દિલ દહોળી નાખે તેવી ઘટના સામે આવી છે. સાઇટસીંગ પ્લેન (Sightseeing Plane) હવામાં ઉડી રહેલી મહિલા પેરાગ્લાઇડર (Paraglider) ની છત્રી વચ્ચે થી પસાર થઈ ગયું, જેના કારણે મહિલા હજારો ફૂટની ઊંચાઈ પરથી બેકાબૂ હાલતમાં નીચે પટકાવા લાગી હતી. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હવામાં જ ફાટી ગઈ પેરાગ્લાઇડરની છત્રી
માહિતી અનુસાર, 44 વર્ષીય સાબ્રીના (Sabrina) નામની મહિલા ઉત્તર ઓસ્ટ્રિયાના શ્મિટનહોયે (Schmittenhöhe) પર્વતીય વિસ્તારમાં પેરાગ્લાઇડિંગ કરી રહી હતી. આ દરમિયાન અચાનક એક નાનું વિમાન તેની ઉપર આવી ગયું અને પળવારમાં જ તેની પેરાશૂટ કેનોપી (Parachute Canopy) ને ચીરીને પસાર થઈ ગયું.
ફર્સ્ટ-પર્સન વીડિયો (First-Person Video) માં જોવા મળે છે કે અથડામણ બાદ પેરાગ્લાઇડરની છત્રી ફાટી જાય છે અને સાબ્રીના હવામાં જ ઝડપથી ગોળ ગોળ ફરવા લાગે છે. ફાટેલી છત્રીના કપડાં તેની આસપાસ વીંટળાઈ જતા સ્થિતિ વધુ ભયાનક બની ગઈ હતી.
ઈમરજન્સી પેરાશૂટથી બચ્યો જીવ
હજારો ફૂટની ઊંચાઈ પરથી ઝડપથી નીચે પડતી સાબ્રીનાએ ભારે ગભરાટ વચ્ચે પણ સમજદારી દાખવી હતી. વીડિયોમાં જોવા મળે છે કે તેણે સમયસર ઇમરજન્સી પેરાશૂટ (Emergency Parachute) ખોલી દીધું હતું, જેના કારણે તેનો જીવ બચી ગયો.
અહેવાલો અનુસાર, અકસ્માત બાદ પોલીસ હેલિકોપ્ટર (Police Helicopter) દ્વારા તેને રેસ્ક્યૂ કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, આ ભયાનક અકસ્માતમાં તેને માત્ર સામાન્ય ઈજાઓ અને ઉઝરડા જ થયા હતા.
“હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતી”
આ અકસ્માતમાંથી બચ્યા બાદ સાબ્રીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, “હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતી કે હું અહીં બેઠી આ લખી રહી છું.”
બીજી તરફ, 28 વર્ષીય પ્લેન પાયલટે પણ સલામત રીતે ઝેલ એમ સી એરપોર્ટ (Zell am See Airport) પર લેન્ડિંગ કર્યું હતું. પાયલટનું કહેવું છે કે તેની પાસે પેરાગ્લાઇડરને ટાળવાનો કોઈ રસ્તો નહોતો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકો ચોંકી ગયા છે. અનેક યુઝર્સે સાબ્રીનાની હિંમત અને ઝડપી નિર્ણય ક્ષમતાની પ્રશંસા કરી છે. ઘણા લોકોનું માનવું છે કે સમયસર રિઝર્વ પેરાશૂટ ખોલવાનું નિર્ણય જ તેના જીવ બચાવવાનો મુખ્ય કારણ બન્યો.








