મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સોનાના મહેલમાં રહેતા સુલતાને PM મોદીનું કર્યું સ્વાગત, બ્રુનેઇમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાતે બ્રુનેઈ દારુસલામ પહોંચ્યા છે. ભારતીય વડાપ્રધાન દ્વારા બ્રુનેઈન

સોનાના મહેલમાં રહેતા સુલતાને PM મોદીનું કર્યું સ્વાગત, બ્રુનેઇમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાતે બ્રુનેઈ દારુસલામ પહોંચ્યા છે. ભારતીય વડાપ્રધાન દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. જેમાં બ્રુનેઈ દારુસલામમાં ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લા દ્વારા વિશેષ સન્માનના ભાગરૂપે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રુનેઈ પહોંચતા પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બ્રુનેઈમાં પીએમ મોદી દેશના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવાના માર્ગો પર ચર્ચા કરશે. 

પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું 

બ્રુનેઈમાં પીએમ મોદી રાજધાની બંદર શેરી બેગાવાનમાં હોટેલમાં રોકાયા છે. ત્યાં ભારતીય સમુદાયના લોકોએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી આ યાત્રાને ખૂબ ખાસ માને છે. કારણ કે આ યાત્રા એવા સમય થઈ છે કે જયારે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

બ્રુનેઈમાં પીએમ મોદી દેશના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે

 વડાપ્રધાન મોદીએ બ્રુનેઈ અને સિંગાપોરને ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિ અને ઈન્ડો-પેસિફિક માટેના તેના વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદારો ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, 'મારી આ મુલાકાત માત્ર બંને દેશો સાથે જ નહીં, પરંતુ ભારતની ભાગીદારીને વધુ મજબૂત કરશે. આસિયાન પ્રદેશ થશે. પીએમ મોદીએ કહ્યું, 'અમે આ રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, હું સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય સભ્યો સાથેની મારી મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું, જેથી આ ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય.'

બંને દેશોના સંબંધ મજબૂત બનશે 

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની આ મુલાકાત સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા, અવકાશ ટેકનીક, આરોગ્ય સહયોગ, સંસ્કૃતિ તેમજ લોકો- સહિત તમામ વર્તમાન ક્ષેત્રોમાં બ્રુનેઈ સાથેના ભારતના સહયોગને વધુ મજબૂત બનાવશે. લોકો વચ્ચે આદાનપ્રદાન અને નવા ક્ષેત્રોમાં સહકારની તકો શોધવામાં આવશે.

કોણ છે બ્રુનેઇના સુલતાન?

બ્રુનેઇના સુલતાનનું નામ હસનલ બોલ્કિયા છે. જેમની ગણતરી વિશ્વના સૌથી અમીર લોકોમાં થાય છે. બ્રુનેઇને વર્ષ 1984માં બ્રિટનથી સ્વતંત્રતા મળી હતી. ત્યાર પછી સુલતાન ઉમર અલી સૈફુદ્દીન ત્રીજો 5 ઓક્ટોબર 1967માં આ દેશના પ્રથમ રાજા બન્યા હતા. હવે હસનલ બોલ્કિયા લગભગ 59 વર્ષોથી આ દેશના રાજા છે.

સુલતાનનો વૈભવશાળી જીવન સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત

હસનલ બોલ્કિયા પોતાના વૈભવશાળી જીવન માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેમના વૈભવશાળી જીવનમાં સૌથી ખાસ તેમનો મહેલ છે, જેમાં ઘણી વસ્તુઓ સોનાની બનેલી છે. આ ઉપરાતં તેમની પાસે એક પ્રાઇવેટ પ્લેન છે જેનું બહારનું સ્તર સોનાથી બનેલું છે. આ સાથે વિશ્વમાં સૌથી વધુ ગાડીઓનો કલેક્શન પણ તેમની પાસે જ છે. એક વાર સુલતાને તેમની દિકરીને એરબસ એ-340  ભેટમાં આપ્યો હતો. એક રિપોર્ટ મુજબ, સુલતાનની પાસે આશરે 30 બિલિયન (અબજ) ડોલરની સંપત્તિ છે. 

શું છે મહેલની ખાસિયત?

1980ના દાયકામાં સુલતાન હસલઅલીએ વિશ્વનો સૌથી મોટો મહેલ બનાવ્યો હતો, જેમાં આજે વર્તમાન સુલતાન રહે છે. આ મહેલમાં 1770 રૂમ અને 257 વોશરૂમ છે અને વિશ્વનો સૌથી મોટો લક્ઝરી કાર ગેરેજ પણ આ જ મહેલમાં છે. 20 લાખ વર્ગ ફીટમાં ફેલાયેલા આ મહેલની ઘણી દિવાલો સોનાથી બનાવવામાં આવી છે, મહેલનો ગુંબજ 22 કેરેટ સોનાથી બનાવવામાં આવ્યો છે, ઘરના તમામ બેસિન પણ સોનાના બનેલા છે અને આ મહેલની કિંમત 2550 કરોડથી પણ વધુ છે.

આ સમાચાર શેર કરો