પીએમ જસ્ટિન ટ્રુડોની મુશ્કેલી વધશે, હિન્દુ- શીખ ઉપરાંત મુસ્લિમ સમર્થન ઘટ્યુંઃ સર્વેમાં થયો આ ખુલાસો
કેનેડામાં આવતા વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. પરંતુ એ પહેલા થયેલા એક સર્વેએ પીએમ વડાપ્રધાન જસ્ટિન

કેનેડામાં આવતા વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. પરંતુ એ પહેલા થયેલા એક સર્વેએ પીએમ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને લિબરલ પાર્ટીનું ટેન્શન વધારી દીધું છે. કેનેડામાં થયેલા સર્વેથી એવા સંકેતો મળી રહ્યાં છે કે દેશમાં હિંદુઓ અને શીખ મતદાતાઓ મોટી સંખ્યામાં ટ્રુડોની પાર્ટી વિરોધી અર્થાત કંઝર્વેટિવ પાર્ટીને મતદાન કરી શકે છે. સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે ટ્રુડોની પાર્ટી મુસ્લિમ અને યહુદીઓનું પણ સમર્થન ખોતી નજરે આવી રહી છે.
એન્ગસ રીડ ઈંસ્ટીટ્યૂટ અર્થાત ARI દ્વારા કરાયેલા સર્વેમાં કહેવાયું છે કે, કંઝર્વેટિવ પાર્ટી પાસે હિન્દુ સમર્થન 53 ટકા છે. જ્યારે શીખ મામલે આ એક પોઈન્ટ વધુ છે. એનાથી વિરુદ્ધ લિબરલ્સ પાર્ટીને 22 ટકા હિન્દુઓ અને 21 ટકા શિખોનું સમર્થન છે. કહેવાઈ રહ્યું છે કે કંઝર્વેટિવ પ્રતિ આ સમુદાયોનો લગાવ વધી રહ્યો છે. કેનેડાનાં હિન્દુ અને શીખ સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપે તેવા દાવા થઇ રહ્યા છે.
ગાઝા અને ઇઝરાયલના મુદ્દાઓને સંતુલિત કરવાનો સતત પ્રયાસ કરતી ટ્રુડો સરકારના હાથમાંથી મુસ્લિમ અને યહૂદીઓનું સમર્થન પણ સરકી રહ્યું હોય તેવું લાગે છે. અહેવાલ છે કે 41 ટકા મુસ્લિમો ન્યુ ડેમોક્રેટિક પાર્ટી અથવા એનડીપીને સમર્થન આપી રહ્યા છે. જ્યારે લિબરલ્સના સમર્થનમાં આ આંકડો 31 ટકા છે. અહીં કેનેડામાં રહેતા યહૂદીઓનું પણ 42 ટકા સમર્થન છે. ખાસ વાત એ છે કે કન્ઝર્વેટિવ્સને કેનેડામાં રહેતા મુસ્લિમોનું 15 ટકા સમર્થન મળી રહ્યું છે.
આંકડા શું કહે છે?
એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટ (ARI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના સર્વેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્ઝર્વેટિવને 53 ટકા હિંદુઓ સમર્થન આપી રહ્યા છે. જ્યારે શીખ સમુદાય મામલે તે એક પોઇન્ટ વધુ છે. તેનાથી વિપરીત ટ્રુડોની પાર્ટી લિબરલ્સને 22 ટકા હિંદુઓ અને 21 ટકા શીખોનું જ સમર્થન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંઝર્વેટિવ્સ તરફ આ સમુદાયોનું આકર્ષણ વધતું જઇ રહ્યું છે જે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. તેનું એક કારણ એ પણ છે કે આ સમુદાયના લોકો ગ્રેટર ટોરોન્ટો એરિયા, મેટ્રો વાનકુવર અને કેલગરીમાં એક મોટી વોટબેન્ક મનાય છે અને આગામી ચૂંટણીમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
વસતી પ્રમાણે આંકડા શું કહે છે?
સ્ટેટિસ્ટિક્સ કેનેડાના 2022ના રિપોર્ટ અનુસાર, 2021ની વસ્તી ગણતરીમાં દેશમાં 8 લાખ 30 હજાર હિંદુઓ હતા. આ કુલ વસ્તીના લગભગ 2.3 ટકા છે. ખાસ વાત એ છે કે છેલ્લા 20 વર્ષમાં આ સંખ્યા બમણાથી પણ વધી ગઈ છે. એ જ રીતે શીખોની વસ્તી 7 લાખ 70 હજાર છે અને 20 વર્ષમાં વસ્તી બમણી થઈ ગઈ છે.








