Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistan started the game, seeing India's advantage, made this demand to Russia

પાકિસ્તાને શરુ કર્યો ખેલ, ભારતનો લાભ જોઈ રશિયાને પાસે કરી આ માંગ

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાને શરુ કર્યો ખેલ, ભારતનો લાભ જોઈ રશિયાને પાસે કરી આ માંગ
સોર્સ : GSTV

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના દબાણ વચ્ચે તાજેતરમાં જ ભારતનો પ્રવાસ કરીને ભારત-રશિયાના સંબંધો અને ઊર્જા સહયોગ વધુ મજબૂત બનાવ્યા છે. ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલની ખરીદી ચાલુ રાખી છે. આ લાભ જોઈને હવે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને પણ રશિયા તરફ દોટ મૂકીને પાંચ માંગણી કરી છે. પાકિસ્તાને મોટી ઊર્જા ડીલ માટે રશિયા સાથે વાતચીત શરુ કરી દીધી છે.

App Store

ભારતનો લાભ જોઈ પાકિસ્તાન રશિયા પાસે પહોંચ્યું

પાકિસ્તાનના નાણા મંત્રી મોહમ્મદ ઔરંગઝેબે રશિયન સરકારી ન્યૂઝ એજન્સી RIA સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘જો રશિયા પાકિસ્તાન સાથે કોઈ પણ ઊર્જા કરાર માટે સહમત થશે તો પાકિસ્તાનને ઘણી ખુશી થશે.’ યુક્રેન યુદ્ધ શરુ થયા બાદ ભારતે રશિયા પાસેથી તેલનો મોટો જથ્થો ખરીદવાનું શરુ કર્યું છે, જેને જોઈને પાકિસ્તાને પણ 2023માં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરુ કર્યું હતું.

રશિયા-પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયો વચ્ચે ડીલ ફાઇનલ કરવા ચર્ચા

હાલમાં રશિયા-પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયો વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. નવેમ્બરમાં રશિયાના ઊર્જા મંત્રીએ પાકિસ્તાનમાં એક રિફાઇનરીને અપગ્રેડ કરવા અંગે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, પાકિસ્તાન એક નવા સ્ટીલ પ્લાન્ટના નિર્માણની શક્યતાઓ પર પણ રશિયા સાથે વિચાર કરી રહ્યું છે.

પાકિસ્તાન રશિયા પાસે કરી આ પાંચ માંગ

તેલ કરાર : પાકિસ્તાન રશિયા સાથે એક સંપૂર્ણ અને વ્યાપક તેલ કરાર કરવા માંગે છે.

ઊર્જાનું અન્વેષણ : પાકિસ્તાનમાં ઊર્જા સ્ત્રોતો શોધવા સહયોગ માંગ્યો છે.

ઊર્જાનું ઉત્પાદન : ઊર્જા સંસાધનોના ઉત્પાદન વધારવા રશિયા પાસે મદદ માંગી છે.

ઊર્જા રિફાઈનિંગ : ઊર્જાને શુદ્ધ કરવાની અને રિફાઇન કરવાની પ્રક્રિયામાં સહયોગ વધારવાની ઇચ્છા

રિફાઈનરી અપગ્રેડેશન અને સ્ટીલ પ્લાન્ટ : પાકિસ્તાનમાં હાલની રિફાઇનરીઓને અપગ્રેડ કરવા અને એક નવા સ્ટીલ પ્લાન્ટના નિર્માણ કરવા માટે પણ પુતિન પાસે મદદ માંગી છે.