મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાન/ બલૂચિસ્તાનમાં આતંકી હુમલો, લોકોને બસમાંથી ઉતારીને ગોળી મારવામાં આવી; 11ના મોત

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં અજાણ્યા આતંકવાદીઓએ નવ બસ મુસાફરો સહિત 11 લોકોની હત્યા કરી નાખી છે. પોલીસ

પાકિસ્તાન/ બલૂચિસ્તાનમાં આતંકી હુમલો, લોકોને બસમાંથી ઉતારીને ગોળી મારવામાં આવી; 11ના મોત

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં અજાણ્યા આતંકવાદીઓએ નવ બસ મુસાફરો સહિત 11 લોકોની હત્યા કરી નાખી છે.

પોલીસે જણાવ્યું કે પ્રથમ ઘટનામાં હથિયારધારી લોકોએ નોશકી જિલ્લામાં રાજમાર્ગ પર એક બસને રોકીને બંદૂકની અણીએ 9 લોકોનું અપહરણ કર્યું હતું.

ક્વેટાથી તાફ્તાન જતી હતી બસ

એક અધિકારીએ કહ્યુ કે આ નવ લોકોના શબ બાદમાં પાસેના પહાડ વિસ્તારમાં એક પુલ પાસે મળ્યા હતા અને તેમણે ગોળી મારવામાં આવી હતી. બસ ક્વેટાથી તાફ્તાન જતી હતી આ દરમિયાન હથિયારધારી લોકોએ બસને રોકી હતી અને મુસાફરોની ઓળખ કર્યા બાદ નવ લોકોને પહાડી વિસ્તારમાં લઇ ગયા હતા.

એક અલગ ઘટનામાં તે જ હાઇવે પર એક કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં બે મુસાફરોના મોત થયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા.

બલૂચિસ્તાનના મુખ્યમંત્રીએ કાર્યવાહીની વાત કરી

બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીએ કહ્યું કે નોશકી રાજમાર્ગ પર 11 લોકોની હત્યામાં સામેલ આતંકવાદીઓને માફ કરવામાં નહીં આવે અને તેમણે જલ્દી પકડી લેવામાં આવશે.

બુગતીએ કહ્યું કે હુમલામાં સામેલ આતંકવાદીઓનો પીછો કરવામાં આવશે અને તેમનો ઉદ્દેશ્ય બલૂચિસ્તાનની શાંતિને નુકસાન પહોંચાડવાનું છે.

ગૃહમંત્રી મોહસીન નકવીએ પણ ઘટનાની ટિકા કરતા કહ્યું કે સરકાર આ દુ:ખના સમયમાં મૃતકોના પરિવાર સાથે ઉભી છે.

કોઇ પણ આતંકી સંગઠને નથી લીધી જવાબદારી

અત્યાર સુધી કોઇ પણ પ્રતિબંધિત સંગઠને આ હત્યાઓની જવાબદારી લીધી નથી પરંતુ આ વર્ષે તાજેતરના અઠવાડિયામાં પ્રાંતમાં પ્રતિબંધિત સંગઠનો અને આતંકવાદીઓ દ્વારા આતંકી હુમલામાં વધારો થયો છે જેમાં સુરક્ષા દળ અને પ્રતિષ્ઠાનો પણ ખુલ્લેઆમ નિશાન બનાવવામાં આવ્યા છે.

પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ તાજેતરમાં માચ શહેર, ગ્વાદર પોર્ટ અને તુરબતમાં એક સેનાના અડ્ડા પર ત્રણ મોટા આતંકી હુમલા કરવાનો દાવો કર્યો છે જેમાં સુરક્ષાદળોએ 17 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

ડેપ્યુટી કમિશનર હબીબુલ્લાહ મુસાખેલે જણાવ્યું, લગભગ 10-12 બંદૂકધારીઓએ નોશકી પાસે સુલ્તાન ચરહાઇની આસપાસ ક્વેટા-તાફ્તાન રાજમાર્ગ એન-40ને બ્લોક કરી દીધો હતો અને બસમાંથી નવ મુસાફરોનું અપહરણ કર્યું હતું.

આ સમાચાર શેર કરો