મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, પર્વતીય વિસ્તારમાંથી પસાર થતી બસ નાળામાં ખાબકતા 20 લોકોના મોત 

ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં આજે એક બસ પર્વતીય વિસ્તારમાંથી લપસીને ખીણ

પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, પર્વતીય વિસ્તારમાંથી પસાર થતી બસ નાળામાં ખાબકતા 20 લોકોના મોત 

ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં આજે એક બસ પર્વતીય વિસ્તારમાંથી લપસીને ખીણમાં ખાબકી હતી. જેમાં ઓછામાં ઓછા 20 લોકોના નિધન થયા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના ડાયમેર જિલ્લાના કારાકોરમ હાઈવે પર બની હતી. 

કેવી રીતે સર્જાયો અકસ્માત 

આ બસ રાવલપિંડીથી હુંજા જતી હતી. જે દરમિયાન બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં ખાબકી હતી. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બસમાં કેટલા મુસાફરો સવાર હતા. ઘટનામાં ઘાયલ લોકોને ચિલાસની એક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ગુલબાર ખાને શોક વ્યક્ત કર્યો 

અધિકારીઓએ જણાવ્યું કે બચાવ અભિયાન હાથ ધરાયું છે અને શબ અને ઘાયલોને નજીકની હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના એક સૂત્રએ કહ્યું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. મૃતકાંક વધી શકે છે કેમ કે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના સીએમ હાજી ગુલબાર ખાને આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. 

આ સમાચાર શેર કરો