Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pak. Army Chief's shocking 'clothing diplomacy', combat uniform against Iran and suit against America

કપડાં બોલે છે! પાક. સેના પ્રમુખની ચોંકાવનારી 'ક્લોથિંગ ડિપ્લોમેસી, ઈરાન સામે કોમ્બેટ યુનિફોર્મ અને અમેરિકા સામે સૂટ-બૂટ

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
કપડાં બોલે છે! પાક. સેના પ્રમુખની ચોંકાવનારી 'ક્લોથિંગ ડિપ્લોમેસી, ઈરાન સામે કોમ્બેટ યુનિફોર્મ અને અમેરિકા સામે સૂટ-બૂટ
સોર્સ : GSTV

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં યોજાઈ રહેલી ઐતિહાસિક શાંતિ મંત્રણા દરમિયાન પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના પહેરવેશે દુનિયાભરના રાજદ્વારી નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. શનિવારે ઈસ્લામાબાદમાં ઈરાની પ્રતિનિધિમંડળ અને અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સના સ્વાગત સમયે મુનીરે જે રીતે કપડાં બદલ્યા, તે માત્ર ફેશન નહીં પણ એક ઊંડો રણનીતિક સંદેશ હોવાનું મનાય છે.

App Store

ઈરાન સામે ‘સૈનિક’ અને અમેરિકા સામે ‘રાજદ્વારી’

જ્યારે ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના નેતૃત્વમાં 71 સભ્યોનું પ્રતિનિધિમંડળ આવ્યું, ત્યારે અસીમ મુનીર કોમ્બેટ ગિયર (યુદ્ધના યુનિફોર્મ) માં જોવા મળ્યા હતા. જોકે, તેના થોડા જ કલાકો બાદ જ્યારે અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ નૂર ખાન એરબેઝ પર ઉતર્યા, ત્યારે મુનીર એકદમ ફોર્મલ સૂટ અને બૂટમાં સજ્જ હતા.

નિષ્ણાતોનું વિશ્લેષણ: કેમ બદલ્યો પહેરવેશ?

રાજદ્વારી અને સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ પસંદગી અત્યંત સમજી-વિચારીને કરવામાં આવી હતી:

  • ઈરાન માટે કડક સંદેશ: સંરક્ષણ નિષ્ણાતોના મતે, ઈરાની નેતાઓ સામે કોમ્બેટ યુનિફોર્મ પહેરવો એ પાકિસ્તાનની સૈન્ય તાકાતનું પ્રદર્શન હતું. ભૂતકાળમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સરહદી તણાવ અને મિસાઈલ હુમલાની ઘટનાઓ બની છે. મુનીર કદાચ એ બતાવવા માંગતા હતા કે ઈરાન માટે તેઓ અત્યારે પણ એક 'સજ્જ સૈનિક' છે.

  • અમેરિકા માટે મિત્રતાનો હાથ: અમેરિકા સામે સૂટ પહેરીને મુનીરે એક 'ડિપ્લોમેટ' (રાજદ્વારી) તરીકેની છબી રજૂ કરી. તેઓ અમેરિકાને એવો સંદેશ આપવા માંગતા હતા કે પાકિસ્તાન આ મંત્રણામાં એક સભ્ય અને સહયોગી ભાગીદાર તરીકે સામેલ છે.

સત્તાનું કેન્દ્ર કોણ? PM શરીફ કે અસીમ મુનીર?

આ આખી ઘટનામાં બીજી એક નોંધવા જેવી બાબત એ હતી કે વિદેશી મહેમાનોના સ્વાગત માટે વડાપ્રધાન શહબાઝ શરીફને બદલે આર્મી ચીફ અસીમ મુનીર મોખરે રહ્યા હતા. આ બાબત પાકિસ્તાનમાં આર્મીની સર્વોપરિતા અને મુનીરના વધતા વર્ચસ્વને ફરી એકવાર સાબિત કરે છે.

મેજર જનરલ સંજય મેસ્ટન (નિવૃત્ત) એ આ અંગે જણાવ્યું હતું કે, "અસીમ મુનીર અમેરિકનો સાથે ડિપ્લોમેટ અને ઈરાન સાથે સોલ્જર તરીકે દેખાવા માંગે છે. એક વરિષ્ઠ જનરલ માટે આ પ્રકારનું આચરણ આંતરરાષ્ટ્રીય સ્તરે આશ્ચર્યજનક છે."

સંરક્ષણ નિષ્ણાત સંદીપ ઉન્નિથને ભાર મૂક્યો કે ઈરાનીઓને મળતી વખતે મુનીરે લડાયક ગણવેશ પસંદ કરવાનો હેતુ ઇરાદાપૂર્વકનો સંદેશ મોકલવાનો હતો. તેમણે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ તરફ ઈશારો કર્યો, જેમાં મિસાઈલ અથડામણ અને સરહદી ઝઘડાનો સમાવેશ થાય છે. "મુનીરે ઔપચારિક લશ્કરી ગણવેશ પહેર્યો ન હતો, પરંતુ લડાયક પોશાક પહેર્યો હતો. ઈરાન અને પાકિસ્તાને બે વર્ષ પહેલાં મિસાઈલોની આપ-લે કરી હતી. બંને દેશો વચ્ચે સરહદી તણાવ પણ રહ્યો છે.

પાકિસ્તાન અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે પોતાની છબી સુધારવા માંગે છે, પરંતુ અસીમ મુનીરની આ 'બેવડી વ્યૂહનીતિ' એ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન બંને પક્ષો સાથે અલગ-અલગ ભાષામાં વાત કરી રહ્યું છે.