Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Now there is a danger of war in space too, a sensational claim by a senior American army officer regarding Putin

હવે અંતરિક્ષમાં પણ યુદ્ધનું સંકટ, પુતિનને લઈ અમેરિકન સેનાના મોટા અધિકારીનો સનસનાટીભર્યો દાવો

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
હવે અંતરિક્ષમાં પણ યુદ્ધનું સંકટ, પુતિનને લઈ અમેરિકન સેનાના મોટા અધિકારીનો સનસનાટીભર્યો દાવો
સોર્સ : gstv

આપણે પરંપરાગત યુદ્ધ, પરમાણુ યુદ્ધ, સાયબર યુદ્ધ સહિતના અનેક પ્રકારના યુદ્ધ સાંભળ્યા હશે, જોકે હવે અંતરિક્ષમાં પણ યુદ્ધનું સંકટ મંડરાઈ રહ્યું છે. વાસ્તવમાં અમેરિકન સેનાના એક મોટા અધિકારીએ રશિયાને લઈને સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે ચેતવણી આપી છે કે, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) અંતરિક્ષમાં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. 

App Store

રશિયા મામલે અમેરિકાનો ચોંકાવનારો દાવો

અમેરિકન સ્પેસ કમાન્ડના પ્રમુખ જનરલ સ્ટીફને વ્હાઈટિંગે દાવો કર્યો છે કે, રશિયાએ અંતરિક્ષમાં પરમાણુ હથિયાર લઈ જવા યોજના બનાવી રહ્યું છે. જો તેનો અંતરિક્ષમાં ઉપયોગ કરાશે તો પૃથ્વીની આસપાસ નિચલી કક્ષામાં ફરતા અનેક દેશોના સેટેલાઈટ ખતરામાં પડી જશે. તેના કારણે સંચાર વ્યવસ્થા, GPS, હવામાનની માહિતી આપતા અને સેના માટે ઉપયોગી સેટેલાઈટ બરબાદ થઈ જશે.

અમેરિકન સરકાર રશિયાની યોજનાથી પરેશાન

બ્રિટનના ધ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, જનરલે કહ્યું કે, અમેરિકન સરકાર રશિયાની યોજનાથી પરેશાન છે. રશિયા પરમાણુ એન્ટી-સેટેલાઈટ હથિયાર અંતરિક્ષમાં લઈ જવાનું વિચારી રહ્યો છે, જેનાથી લો અર્થ ઓર્બિટ એટલે કે પૃથ્વીની સપાટીની સૌથી નજીક અંતરિક્ષમાં કામગીરી કરી રહેલા અનેક દેશોના સેટેલાઈટને નુકસાન થઈ શકે છે.

‘અમેરિકન-NATO સામે નબળું પડેલું રશિયા નવી રીત શોધી રહ્યો છે’

તેમણે ચેતવણી આપી છે કે, જો રશિયા આવું કરશે તો તેઓ સહન નહીં કરે. રશિયા અંતરિક્ષમાં સૌથી શક્તિશાળી દેશ છે અને તે દુશ્મનના સેટેલાઈટ્સ નષ્ટ કરવા માટે સતત આવા હથિયારો બનાવી રહ્યો છે. રશિયાને લાગે છે કે, તે અમેરિકા અને નાટોની સેના સામે નબળું પડી ગયું છે, તેથી જ રશિયા અમેરિકા-NATOની શક્તિ ઘટાડવા માટે આવું વિચારીને નવી-નવી રીત શોધી રહ્યો છે.

અમેરિકાએ ‘અંતરિક્ષ સમજૂતી’ યાદ અપાવી

રશિયાએ ‘1967ની આઉટર સ્પેસ ટ્રીટી’ સમજૂતી પર હસ્તાક્ષર કરેલા છે, તેથી જો તે અંતરિક્ષમાં પરમાણુ હથિયાર રાખશે તો સમજૂતીનું ઉલ્લંઘન ગણાશે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, કોઈપણ દેશ અંતરિક્ષમાં પરમાણુ હથિયારો કે મોટો વિનાશ કરનાર હથિયારો ન રાખી શકે. આ સમજૂતી એટલા માટે બનાવાઈ હતી કે, અંતરિક્ષ સુરક્ષિત રહે અને કોઈપણ દેશ ત્યાંથી પૃથ્વી પર હુમલો ન કરી શકે.

જોકે રશિયાની આ માહિતી ક્યાંથી મળી, તેનો અમેરિકન સ્પેસ કમાન્ડના પ્રમુખ જનરલે જવાબ આપ્યો નથી. પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકન સરકાર આ બાબતને લઈ ખૂબ ગંભીર છે.