જાપાન-અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોને કેમેસ્ટ્રીનો નોબેલ

આ વર્ષે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કારનો જાપાન,અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને મળ્યો છે. આ વર્ષે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર સુસુમુ કિતાગાવા (જાપાન), રિચર્ડ રોબસન (ઓસ્ટ્રેલિયા) અને ઉમર એમ.યાઘી (અમેરિકા)ને મળ્યો છે. સ્વીડનની રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સિઝે તેની જાહેરાત કરી છે.
વૈજ્ઞાનિકોએ મેટલ-કાર્બનિક ફ્રેમવર્ક (MOF's)ને સારી બનાવવાની નવી રીત શોધી છે. આ ફ્રેમવર્ક મેટલ અને કાર્બનિક વસ્તુથી મળીને બને છે અને તેમાં નાના નાના કાણા હોય છે, તેનો ઉપયોગ ગેસને સ્ટોર કરવા, હવાથી કાર્બન ડાયોક્સાઇડ હટાવવા, રણની હવાથી પાણી ભેગુ કરવામાં અને રાસાયણિક પ્રક્રિયાઓમાં મદદ કરવા માટે થઇ શકે છે.
વિજેતાને 11 મિલિયન સ્વીડિશ ક્રોના (10.3 કરોડ રૂપિયા), સોનાના મેડલ અને સર્ટિફિકેટ મળશે. જો એક કરતા વધુ વૈજ્ઞાનિક જીતે છે તો આ પ્રાઇઝ મની તેમના વચ્ચે વહેંચવામાં આવે છે. એવોર્ડ 10 ડિસેમ્બરે સ્ટોકહોમમાં આપવામાં આવશે.
નોબેલ પુરસ્કારનો કાર્યક્રમ
મેડિસિન 6 ઓક્ટોબર
ફિઝિક્સ 7 ઓક્ટોબર
કેમિસ્ટ્રી 8 ઓક્ટોબર
લિટરેચર 9 ઓક્ટોબર
પીસ 10 ઓક્ટોબર
ઇકોનોમી 13 ઓક્ટોબર

